Vadodara : કોર્પોરેશનની સામાન્ય સભામાં યૂથ કોંગ્રેસનાં કાર્યકરો-BJP કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી!
- Vadodara કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન બબાલ
- યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ
- લારી-ગલ્લા હટાવવાને લઈ રજૂઆત કરવા આવ્યા હતા કાર્યકરો
- કાર્યકરોએ સભામાં ઘૂસવાનો પ્રયાસ કરતા હોબાળો થયો હતો
- અમીબેન રાવતનાં નિવદેન બાદ માહોલ વધુ ઊગ્ર થયાનો આરોપ
વડોદરા કોર્પોરેશનની (Vadodara Corporation) સામાન્ય સભા દરમિયાન યૂથ કોંગ્રેસનાં કાર્યકરો (Youth Congress workers) અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે જબરદસ્ત બબાલ થઈ હતી. લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરવા આવેલા યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો (BJP Corporators) વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે પણ ઊગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Surat: સોનાની ચોરીનો ઉકેલાયો ભેદ, સોનાની ચળકાટ જોઈ બગડી કારીગરની દાનત
યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ
આજે વડોદરા કોર્પોરેશનની (Vadodara Corporation) સામાન્ય સભા યોજાઈ હતી. જો કે, આ દરમિયાન માહોલ ઊગ્ર બન્યો હતો. યુથ કોંગ્રેસનાં કેટલાક કાર્યકરો સભા દરમિયાન પહોંચ્યા હતા અને લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરી હતી. માહિતી અનુસાર, સભામાં ઘૂસવાનો પ્રયાસ કરતા કાર્યકરો અને ભાજપનાં કોર્પોરેટરો વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : વિકાસ ઝંખતા ગિરનારની સમસ્યાઓનાં હલ માટે જુનાગઢનાં અગ્રણી સંતો ગાંધીનગર પહોંચ્યા
અમીબેન રાવતનાં નિવદેન બાદ માહોલ વધુ ઊગ્ર થયાનો આરોપ
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે (Amiben Rawat) સભા ચાલુ થતા પહેલા 'કામો કેમ મંજૂર કરાવી નાટક કર્યું' તેમ કહેતા બબાલ થઈ હતી. ભાજપનાં સભ્યોએ પણ મેયર અને તમામ સભાસદોનું અપમાન ગણાવી હોબાળો મચાવ્યો હતો. અમીબેન રાવત પાસે શબ્દો પાછા લેવા માગ કરી હતી. 'શબ્દો પાછા લો' તેવા નારા ભાજપ કોર્પોરેટરોએ લગાવ્યા હતા.
આ પણ વાંચો - Visavadar By-election : AAP- કોંગ્રેસ ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા, કહ્યું- વાત કર્યા વગર.!