Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Vadodara: વડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી મળતાં પોલીસ દોડતી થઈ છે. ઈ-મેઈલમાં લખ્યું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે, 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો. કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે. તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કલેક્ટર કચેરી પહોચ્યા છે.
vadodara કલેક્ટર કચેરીને rdx બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
Advertisement
  • Vadodara: કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી મળતાં પોલીસ દોડતી થઈ
  • ઈ-મેઈલમાં લખ્યું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા
  • 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો

Vadodara: વડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી મળતાં પોલીસ દોડતી થઈ છે. ઈ-મેઈલમાં લખ્યું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે, 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો. કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે. તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કલેક્ટર કચેરી પહોચ્યા છે.

1 વાગ્યા સુધી બ્લાસ્ટ સુધીમાં બ્લાસ્ટ થશે

શહેરની મધ્યમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. જે આજે સવારે કચેરી ખુલતાજ ધ્યાને આવ્યો હતો. જે અંગે સ્થનિક પોલીસ અને એજન્સીઓને જાણ કરતા બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે કલેકટર કચેરીમાં તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઇમેલમાં ઉલ્લેખ કરાયો છે કે, " કલેકટર ઓફિસમાં RDK મુકવામાં આવ્યા છે, 1 વાગ્યા સુધી બ્લાસ્ટ સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરવી દો".

Vadodara: સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી

આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ કલેકટર કચેરીના અધિકારીઓને ધ્યાને આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીરતાને ધ્યાને રાખી ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિત સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જ્યારે થોડા મહિના પહેલા આજ પ્રકારે વડોદરાની સ્કૂલ, કંપની અને કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જોકે તે સમયે પણ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

આ પણ વાંચો: Surat: ડબલ મર્ડર કેસમાં આરોપીની ધરપકડ, PSIની રિવોલ્વર ઝૂંટવાનો કર્યો હતો પ્રયાસ

Tags :
Advertisement

.

×