Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા: પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા Bhumiben Prajapati

Congress Candidate Withdraw: વડોદરા સ્થાનિક ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ 2 અને 11 ના ઉમેદવારોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ પરત ખેંચતા કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો, જેમાં ગાડીઓના કાચ તૂટ્યા હતા. દિલીપ પટેલ જેવા ઉમેદવારોએ પરિવાર તરફથી મળતી ધમકીઓ છતાં લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે, જેનાથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે.
વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા  પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા bhumiben prajapati
Advertisement
  • Bhumiben Prajapati પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
  • વડોદરામાં કોંગ્રેસ સાફ? એકસાથે અનેક ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા!
  • કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કાર્યકરોનો હલ્લાબોલ!
  • પોલીસે કનુભાઈ પ્રજાપતિને સુરક્ષા કવચ આપી સલામત રીતે કાઢ્યા
  • વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ પટેલ પર ફોર્મ પરત ખેંચવા દબાણ!

Vadodara Bhumiben Prajapati: વડોદરાના વોર્ડ નંબર 2 (Ward No. 2) માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીંના મહિલા ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ (Bhumiben Prajapati) રહસ્યમય રીતે કોંગ્રેસના નેતાઓના સંપર્કની બહાર થઈ ગયા હતા. તેમના સાથી ઉમેદવાર શિબાની ડે (Shibani De) એ આક્ષેપ કર્યો હતો કે ભૂમિબેનનો સંપર્ક થઈ રહ્યો નથી. અંતે, ભૂમિબેન પોલીસ બંદોબસ્ત (Police Protection) સાથે ચૂંટણી અધિકારીની કચેરીએ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ તેમને અટકાવવા માટે કચેરીનો દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

વોર્ડ નંબર 11 માં હિંસક વળાંક

વોર્ડ નંબર 11 (Ward No. 11) માં સ્થિતિ વધુ ગંભીર બની હતી. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ (Kanubhai Prajapati) એ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા પક્ષના કાર્યકરો રોષે ભરાયા હતા. કનુભાઈ જ્યારે કચેરીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉગ્ર કાર્યકરોએ તેમની કારને ઘેરી લીધી હતી. રસ્તા પર જ ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. આ આક્રોશ એટલો વધ્યો કે કાર્યકરોએ ઉમેદવારની કારનો પાછળનો કાચ (Car Glass) તોડી નાખ્યો હતો. પોલીસે માંડ-માંડ કનુભાઈને સુરક્ષા કવચ પૂરું પાડી ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો: SMC Election 2026: 47% ફોર્મ રદ, આપ-કોંગ્રેસને જોરદાર ફટકો! બીજી તરફ 'નો વોટ, નો એન્ટ્રી'ના નારા

દિલીપ પટેલને પરિવાર તરફથી ધમકીના આક્ષેપ

બીજી તરફ, કોંગ્રેસના અન્ય એક ઉમેદવાર દિલીપ પટેલ (Dilip Patel) પર પણ ફોર્મ પરત ખેંચવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દિલીપ પટેલે ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમના જ સગા-સંબંધીઓ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે. ધમકી એટલી હદે વધી ગઈ હતી કે તેમની દીકરીને ઘરે મોકલી દેવા સુધીની વાત કરવામાં આવી હતી. જોકે, દિલીપ પટેલે મક્કમતા દર્શાવતા કહ્યું કે, 'ભલે સંબંધો તૂટે, પણ હું ચૂંટણી લડીશ.'

લોકશાહી કે રાજકીય રમત?

એકસાથે અનેક ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાની અને ગાયબ થવાની ઘટનાઓએ વડોદરાના મતદારોમાં અનેક ચર્ચાઓ જગાડી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને તેમના ઉમેદવારોને તોડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ, ઉમેદવારો અંગત કારણો અથવા પક્ષમાં આંતરિક અસંતોષને જવાબદાર ગણાવી રહ્યા છે.

આ પણ વાંંચો: પૂર્વ MLA Lalit Vasoya નો પલટવાર: 'પહેલા પોતાનું જુઓ પછી બીજાની વાત કરો'

Tags :
Advertisement

.

×