Vadodara : કોંગ્રેસના 6 કોર્પોરેટરમાંથી 2 તો એક જ પરિવારના, શ્રીવાસ્તવ પરિવારને રાજકારણ લોહીમાં
- Vadodara માં ભાજપની સુનામીમાં પણ શ્રીવાસ્તવ બ્રધર્સની લોકપ્રિયતા યથાવત
- દીપા શ્રીવાસ્તવની રાજકારણમાં એન્ટ્રી
- કોંગ્રેસના સુપડા સાફ થયા પણ શ્રીવાસ્તવનો કિલ્લો અડીખમ
- દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સતત 8મી વખત જીત
- ચંદ્રકાંત શ્રીવાસ્તવ 'અજેય' કોર્પોરેટર તરીકે ઉભરી આવ્યા
Vadodara : વડોદરાના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા શ્રીવાસ્તવ પરિવારે ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે.કોંગ્રેસના (congress) દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સતત 8મી વખત કોર્પોરેટર (corporetor) બનીને અજેય રહ્યા છે. તેમની સાથે હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ (dipa shrivatsav) પણ વોર્ડ-14 માંથી જીતીને પાલિકામાં પ્રવેશ્યા છે. કોંગ્રેસના કુલ 6 વિજેતા ઉમેદવારોમાંથી 2 શ્રીવાસ્તવ પરિવારના છે. વોર્ડ-14 જ્યાં ભાજપનું વર્ચસ્વ હતું ત્યાં કોંગ્રેસે 2 બેઠકો અંકે કરી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે, આ મારો નહીં પણ જનતાનો દબદબો છે, મેં લોકોના દિલ જીત્યા છે.દીપા શ્રીવાસ્તવે પણ મતદારોના દિલમાં જગ્યા બનાવવાની વાત કરી.
કાકા-ભત્રીજીની જોડી સત્તાધારી પક્ષને કેવી રીતે ઘેરશે!
આ જીત બાદ પૂર્વ ધારાસભ્ય મધુભાઈ એ મતદારોનો આભાર મનાયું અને કહ્યું કે, કોંગ્રેસ આ વિસ્તારમાં વધુ મજબૂતાઈથી લડશે અને વધુમાં ઉમેર્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં બંને ભાઈઓ સાથે મળીને મેદાનમાં ઉતરશે અને વિરોધીઓને 'પરસેવો પાડી દેશે. દીપા શ્રીવાસ્તવે જીત બાદ પિતા મધુ શ્રીવાસ્તવ અને કાકા ચંદ્રકાંતના માર્ગદર્શન હેઠળ લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકામાં આ કાકા-ભત્રીજીની જોડી સત્તાધારી પક્ષને કેવી રીતે ઘેરશે.
Vadodara દીપા શ્રીવાસ્તવનો ક્યાંથી થયો વિજય
મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવનો વોર્ડ 14થી વિજય થયો હતો. તેમની સાથે કોંગ્રેસના એક અન્ય ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પણ વિજેતા બન્યા હતા. 2021માં વોર્ડ 14માં તમામ ચાર સીટ પર ભાજપ જીત્યું હતું. ભાજપના ગઢમાં જ મધુ શ્રીવાસ્તવની દીકરીએ ગાબડું પાડ્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણી સુધી મધુ શ્રીવાસ્તવ ભાજપ સાથે હતા, પરંતુ ભાજપે ટિકિટ ન આપતાં છેડો ફાડ્યો હતો.
આ પણ વાંચો : Vadodara : મનપાના નવા મેયર કોણ બનશે ? SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી બન્યા


