Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Crime: ઝાડીઓમાંથી ચાદરમાં લપેટેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યારાઓની શોધખોળ શરૂ

Vadodara Crime: વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા (Ankodia) અને ઊંડેરા (Undera) ની સીમમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝાડી-ઝાંખરામાં ચાદરમાં લપેટેલી હાલતમાં આ લાશ મળી આવી હતી.
vadodara crime  ઝાડીઓમાંથી ચાદરમાં લપેટેલો યુવતીનો મૃતદેહ મળ્યો  હત્યારાઓની શોધખોળ શરૂ
Advertisement
  • Vadodara ના અંકોડિયાની સીમમાંથી યુવતીની લાશ મળી
  • ઝાડીઓમાં ચાદરમાં લપેટેલી હાલતમાં મૃતદેહ મળ્યો
  • ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો હતો
  • યુવતીની ક્રૂર હત્યા કરાઈ હોવાની પ્રબળ આશંકા
  • પોલીસે મૃતદેહ પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો

Vadodara Crime: વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા (Ankodia) અને ઊંડેરા (Undera) ની સીમમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝાડી-ઝાંખરામાં ચાદરમાં લપેટેલી હાલતમાં આ લાશ મળી આવી હતી, જેને જોતા યુવતીની ક્રૂર હત્યા (Murder) કરાઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

Vadodara Crime-Girl Murder-Ankodia Murder-Gujarat first

Advertisement

Vadodara ના અંકોડિયાની સીમમાંથી યુવતીની લાશ મળી

ઘટનાની વિગત મુજબ, વડોદરાના અંકોડિયાની સીમમાં ઝાડીઓમાંથી પસાર થતા લોકોને એક શંકાસ્પદ ચાદર દેખાઈ હતી, જેની તપાસ કરતા અંદરથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો જોવા મળ્યો હતો, જે હત્યા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, વહેલી સવારથી અનેક સ્થળોએ વરસાદની હેલી

Vadodara Crime-Girl Murder-Ankodia Murder-Gujarat first

પોલીસે મૃતદેહ પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો

પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital) ખાતે ખસેડ્યો છે. હાલમાં આ યુવતી કોણ છે અને ક્યાંની છે તે જાણવા માટે પોલીસે ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Yellow Alert: બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો! અમદાવાદમાં આજથી 5 દિવસ 'યલો એલર્ટ'

Tags :
Advertisement

.

×