Vadodara : ક્રાઇમ બ્રાન્ચે રીઢો ચોર ઝડપ્યો, iPhone, સોનું-પ્લેટિનમના દાગીના રિકવર
Vadodara : આરોપી વિશાલ જુગાર રમવા તેમજ મોજશોખ કરવાની ટેવના કારણે સરળતાથી રૂપિયા કમાવવા માટે 12 વર્ષથી આ કાર્ય કરી રહ્યો છે
Advertisement
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે મુળ આણંદનો રીઢો ચોર લાગ્યો
- અલકાપુરીમાં થયેલી મોટી ચોરીના ગુનાની તપાસમાં મોટી સફળતા મળી
- આરોપી વિરૂદ્ધ વિવિધ પોલીસ મથકમાં 10 ગુનાઓ નોંધાયેલા છે
Vadodara : તાજેતરમાં વડોદરાના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં આવેલી અરૂણોદય સોસાયટીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં તસ્કર રૂ. 15 લાખની મત્તા ચોરી ગયા હતા. આ મામલે 1, ઓક્ટોબરના રોજ સયાજીગંજ પોલીસ મથકમાં (Sayajiganj Police Station) ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારેની તપાસમાં અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી વિશાલ મનુભાઇ પટેલ (રહે. વાંસખીલીયા, આણંદ) શંકાના દાયરામાં આવ્યો હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તે દિશામાં તપાસ હાથ ધરતા વિશાલ તેની સાસરીમાં નંદેસરી ખાતે આવ્યો હોવાની જાણકારી મળી હતી.

