Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : બોડી બિલ્ડિંગના નામે જોખમી દવાઓ વેચનાર ઝડપાયો

Vadodara માં બોડી બિલ્ડિંગના નામે જોખમી દવાઓનો વેપાર કરનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં સિદ્ધિ ન્યુટ્રિશિયન નામની દુકાન ચલાવવામાં આવતી હતી. તેમાં વિદેશથી મંગાવીને સ્ટીરોઇડ અને હોર્મેન્સના ઇન્જેક્શનો વેચવામાં આવતા હતા.
vadodara   બોડી બિલ્ડિંગના નામે જોખમી દવાઓ વેચનાર ઝડપાયો
Advertisement
  • Vadodara માં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો
  • માંજલપુરની સિધ્ધિ ન્યુટ્રિશિયનમાંથી જથ્થો ઝડપાયો
  • રશિયા અને ઓસ્ટ્રેલિયાથી લવાયેલો જથ્થો ઝડપાયો
  • સ્ટીરોઈડ અને હોર્મોન્સના ઇન્જેક્શનો પકડાયા

Vadodara : વડોદરામાં બોડી બિલ્ડિંગના શોખીન યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ટૂંકા સમયમાં કસરત વગર મસલ બનાવવાની ઘેલછા રાખતા યુવાનોને શારીરિક રીતે નુકસાન પહોંચાડતા કાળા કારોબારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. માંજલપુર વિસ્તારમાં ચાલતી એક ન્યુટ્રીશિયન શોપમાંથી લાખો રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી છે.

જાતે ઇન્જેક્શન લેવાથી મોટું નુકશાન થઇ શકે (Vadodara)

વડોદરામાં બોડી બિલ્ડિંગના નામે જોખમી દવાઓનો વેપાર કરનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં સિદ્ધિ ન્યુટ્રિશિયન નામની દુકાન ચલાવવામાં આવતી હતી. તેમાં વિદેશથી મંગાવીને સ્ટીરોઇડ અને હોર્મેન્સના ઇન્જેક્શનો વેચવામાં આવતા હતા. સામાન્ય સંજોગોમાં આ બધા ઇન્જેક્શન નિષ્ણાંત ડોક્ટરોની સલાહ વગર લેવામાં આવે તો, જીવને જોખમ ઉભુ થવાની સ્થિતી પણ આવી શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો ------- Botad : DySP પર ગંભીર આરોપ મુકીને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે દવા ગટગટાવી

Advertisement

જોખમનો વેપાર કરતો (Vadodara)

વડોદરામાં યુવાધનને બોડી બિલ્ડિંગના નામે જોખમવા રવાડે ચઢાવતા તત્વો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંજલપુરમાં આવેલી સિદ્ધિ ન્યુટ્રિશિયન નામની દુકાનમાં દરોડો પાડ્યો છે. આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમોને રશિયા અને ઓસ્ટ્રેલિયાથી લવાયેલો સ્ટીરોઇડ અને હોર્મોન્સના ઇન્જેક્શનોનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. ઓછી મહેનતે તુરંત બોડી બનાવવા માટે આ ઇન્જેક્શનોનો જોખમી વેપાર કરવામાં આવતો હતો.

લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સિદ્ધિ ન્યુટ્રિશિયનના માલિત અમીષ કીરી પાસે આ દવા રાખવા, વેચવા અંગે કોઇ પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યું નહતું. ક્રાઇમ બ્રાન્ચે લાખોની સંખ્યામાં ટેબ્લેટ્સ અને ઇન્જેક્શનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિદ્ધિ ન્યુટ્રિશિયનના સંચાલક અમીષ કીરીની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો ------- Banaskantha : વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

Tags :
Advertisement

.

×