Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Crime News: દાંડિયા બજારમાં કારમાંથી કેટરિંગના વેપારીની લાશ મળી, રહસ્ય અકબંધ

Vadodara Crime News: વડોદરા (Vadodara) શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. એક સમયે 'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતું વડોદરા હવે ગુનાખોરીના વધતા પ્રમાણને કારણે ચર્ચામાં આવ્યું છે. દાંડિયા બજાર (Dandiya Bazaar) વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
vadodara crime news  દાંડિયા બજારમાં કારમાંથી કેટરિંગના વેપારીની લાશ મળી  રહસ્ય અકબંધ
Advertisement

Vadodara Crime News: વડોદરા (Vadodara) શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. એક સમયે 'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતું વડોદરા હવે ગુનાખોરીના વધતા પ્રમાણને કારણે ચર્ચામાં આવ્યું છે. દાંડિયા બજાર (Dandiya Bazaar) વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં વધુ એક હત્યાની ઘટના

વડોદરાના જાંબુબેટ (Jambubet) વિસ્તારમાં આવેલી રામ વે પ્લાઝા (Ram Way Plaza) ની ગલીમાં પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ (Babusinh Lalsinh Chauhan) તરીકે થઈ છે, જે વ્યવસાયે કેટરિંગ (Catering) કામ સાથે જોડાયેલા હતા. મોડી રાત્રે કારમાં મૃતદેહ હોવાની જાણ થતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાવપુરા (Raopura) પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને એલસીબી (LCB) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-2  (DCP Zone-2) મંજીતા વનજારા (Manjita Vanzara) દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Anand Accident News: બોટાદના DySP એ 5 લોકોનો કચડ્યા, 2 ના મોત અને 3 ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×