Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara: ઉત્તરાયણની આગલી રાત્રે ખૂની ખેલ, પરિવાર સામે જ યુવકની હત્યા!

Vadodara Crime: મકરપુરામાં ઉતરાયણની આગલી રાત્રે વાહન પાર્ક કરવા બાબતે થયેલા વિવાદમાં પડોશીઓએ અનુપ પટેલ નામના યુવકની હત્યા કરી. પીકઅપ વાનની ચાવી લેવા મુદ્દે ઉશ્કેરાયેલા સુભાષ, મનુ અને રાહુલ યાદવે યુવકનું માથું લોખંડની જાળી સાથે અથડાવી તેને મોતને ઘાટ ઉતાર્યો. મકરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
vadodara  ઉત્તરાયણની આગલી રાત્રે ખૂની ખેલ  પરિવાર સામે જ યુવકની હત્યા
Advertisement
  • Vadodara Crime: મકરપુરા વિસ્તારમાં હત્યા
  • વાહનપાર્ક કરવા જેવી નજીવી વાતમાં ખૂની ખેલ
  • શિવશક્તિ નગરની જશોદા કોલોનીનો બનાવ
  • મૃતકના ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો

Vadodara Crime: સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તરાયણ (Uttarayan) પર્વની ખુશીઓ વચ્ચે એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં પડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વાહન પાર્ક કરવા ન દેતાં મામલો ગરમાયો!

મળતી જાણકારી અનુસાર મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શિવશક્તિ નગરની જશોદા કોલોનીમાં અનુપ ગજાનંદ પટેલ (Anup Gajanand Patel) પોતાના પરિવાર સાથે રહેતા હતા. ઉત્તરાયણની આગલી રાત્રે જ્યારે લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યારે અનુપભાઈના ઘર પાસે એક પીકઅપ વાન પાર્ક કરવામાં આવી હતી. આ ગાડી ત્યાંથી હટાવવા અથવા પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. જાણવા મળતી વિગતો મુજબ, અનુપભાઈએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી પીકઅપ વાનની ચાવી લઈ લીધી હતી, જે વાત ગાડીના માલિક સુભાષ રામવૃક્ષ યાદવ (Subhash Ramvriksha Yadav) ને ખટકી હતી.

Advertisement

Vadodara Crime માથું લોખંડની જાળી સાથે અથડાવ્યું

પોતાની ગાડીની ચાવી લઈ લેવાતા ઉશ્કેરાયેલા સુભાષ યાદવે તુરંત જ તેના ભાઈ મનુ યાદવ (Manu Yadav) અને ભત્રીજા રાહુલ યાદવ (Rahul Yadav) ને સ્થળ પર બોલાવી લીધા હતા. આ ત્રણેય નરાધમોએ ભેગા મળીને અનુપ પટેલ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ આવેશમાં આવીને અનુપભાઈને ગડદા પાટુનો બેરહેમ માર માર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ અનુપભાઈનું માથું ઘરની લોખંડની જાળી સાથે જોરથી અથડાવ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે અનુપ પટેલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને અંતે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

Advertisement

Vadodara Crimeપરિવારની નજર સામે જ હત્યા!

સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે જ્યારે આ હુમલો થઈ રહ્યો હતો, ત્યારે અનુપભાઈની ભાભી અને ભત્રીજી તેમને બચાવવા માટે કરગરતા રહ્યા હતા. તેઓ બૂમો પાડતા રહ્યા અને આરોપીઓને રોકવા મથામણ કરી, પરંતુ આરોપીઓના માથે ખૂન સવાર હતું. પરિવારની નજર સામે જ એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ઉત્તરાયણની જે સવાર ખુશીઓ લઈને આવવાની હતી, તે આ પરિવાર માટે માતમની સવાર બની ગઈ.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ (Makarpura Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ સુભાષ યાદવ, મનુ યાદવ અને રાહુલ યાદવની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે મનુ અને રાહુલ પિતા-પુત્ર છે. આમ, એક જ પરિવારના ત્રણ લોકોને હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

આ પણ વાંચોઃ Vadodara: તમારી ટિકિટ ક્યાંક નકલી કે મોંઘી તો નથી ને? ટિકિટ કાળાબજારીનું નેટવર્ક પકડાયું!

Tags :
Advertisement

.

×