Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય તેનું શ્રી રામ કરી નાખજો', સેન્સ પ્રક્રિયા વચ્ચે MLA Shailesh Mehta નું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આપેલું એક નિવેદન ચર્ચાઓનું વિષય બન્યું છે. વડોદરામાં તેમણે જણાવ્યું કે જે ઉમેદવારને જય શ્રી રામ બોલવામાં તકલીફ પડતી હોય તેનું તમે 'જય શ્રી રામ' કરી નાખજો." વોર્ડ નંબર 5 માં ભાજપનો પક્ષ મજબૂત કરવાના આશયથી કરાયેલું આ આક્રમક નિવેદન હાલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચામાં છે.
 જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય તેનું શ્રી રામ કરી નાખજો   સેન્સ પ્રક્રિયા વચ્ચે mla shailesh mehta નું નિવેદન
Advertisement
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર MLA Shailesh Mehta નું નિવેદન
  • જય શ્રી રામ બોલવા પર કેટલાકને થતી તકલીફ પર આપ્યુ નિવેદન
  • ''જે ઉમેદવારને તકલીફ હોય તેનું જય શ્રી રામ કરી નાખજો'

MLA Shailesh Mehta Statement: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ના બ્યુગલ વાગી ચૂક્યા છે. ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપે પુરજોશમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપે હજું ઉમેદવારોની જાહેરાત કરી નથી. જોકે આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સેન્સ પ્રક્રિયાની વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (Shailesh Mehta) એ એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે લોકોને સંબોધતાં કહ્યું હતુ કે જે ઉમેદવારોને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય તેમનું જય શ્રી રામ કરી નાખજો.

"હનુમાનજી પરચો દેખાડશે"

વડોદરાના વોર્ડ નંબર 5 માં આયોજિત એક કાર્યક્રમાં શૈલેષ મહેતાએ લોકોને સંબોધતાં કહ્યું હતુ કે કે "જે ઉમેદવાર જય શ્રી રામ બોલશે તેને મારા આશીર્વાદ છે, પરંતુ જેને તકલીફ હોય તેને હનુમાનજી પરચો દેખાડશે." તેમણે વધુમાં ઉમેર્યું કે જે ઉમેદવારને વાંધો હોય તેનું જ જય શ્રી રામ કરી નાખજો. ધારાસભ્યના આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

Advertisement

વોર્ડ નંબર 5 ના બદલાતા સમીકરણો

શૈલેષ મહેતાનું આ નિવેદન વોર્ડ નંબર 5 ના સંદર્ભમાં અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં આ વોર્ડનું પરિણામ મિશ્ર રહ્યું હતું. કુલ 4 બેઠકોમાંથી 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે બાકીની 2 બેઠકો ભાજપ પ્રેરીત અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. આ વખતે ભાજપ આ વોર્ડ પર સંપૂર્ણ કબજો જમાવવા માટે તનતોડ જોર લગાવી રહ્યું છે. હજુ સુધી ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. સેન્સ પ્રક્રિયા દ્વારા પક્ષ કાર્યકરો અને દાવેદારોની પરિક્ષા લેવાતી હોય તેમ ચકાસવામાં આવી રહ્યા છે.

Advertisement

ક્યારે ચૂંટણી?

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિગતો અનુસાર ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત 6 એપ્રિલ, 2026 ના રોજ જાહેરનામું બહાર પાડવાની સાથે થશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેમના માટે 15 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. લોકશાહીના આ પર્વનું મુખ્ય આકર્ષણ એટલે કે મતદાન 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Bhavnagar: અંધારી રાત્રે મંગેતર સાથે બહાર નીકળવું યુવકને ભારે પડ્યું, જીવ મૂકાયો જોખમમાં, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×