Vadodara : હાઇ-વે નજીક દાલ મખની ફેમ હોટલ સંચાલકનો પુત્ર જેલ હવાલે
- હોટલ સંચાલકના પુત્ર જોડે વધુ એક વિવાદ જોડાયો
- દિકરીનો ફોટો ઇન્સ્ટાગ્રામથી મેળવીને એઆઇથકી ન્યુડ બનાવી દીધો
- બ્લેક મેલ કરીને ખોટી માંગણી કરતા દિકરી હેબતાઇ ગઇ
Vadodara : વડોદરા (Vadodara) પાસે ટોલનાકા નજીક દાલ મખની માટે જાણીતી હોટલના (Dal Makhani Femous Hotel - Vadodara) સંચાલકનો પુત્રને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. હોટલ સંચાલકના પુત્રએ નાની દિકરીનો એઆઇ થકી ન્યૂડ ફોટો બનાવીને તેની જોડેથી ખોટી માંગણી (AI Photo Blackmail - Vadodara) કરી હતી. જો કે. આરોપીની આ હરકતથી દિકરી હેબતાઇ ગઇ હતી. અને નજીકમાં હાજર સિક્યોરીટી ગાર્ડ પાસે દોડીને પહોંચી હતી. ત્યાર બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પોલીસે દબોચ્યો હતો. ગતરોજ આરોપી દ્વારા આ મામલે જામીન અરજી મુકવામાં આવી હતી. જેને કોર્ટે નામંજુર કરતા આખરે આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
નંબર પ્લેટ વગરની અને આખી કાળા કલરના કાચ વાળી કાર
એડવોકેટ રૂતુરૂજ સિન્હાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ બનાવ ગયા મહિને 28 - 30 તારીખની વચ્ચે શરૂ થયો હતો. આ મામલામાં આરોપી સૌરભ મનોજ શર્મા, હાઇવે પર ફેમસ હોટલ સંગમના (Dan Makhani Fem - Sangam Hotel, Vadodara) માલિકનો પુત્ર છે. આરોપીએ પીડિતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેનો ફોટો ડાઉનલોડ કરી, તે ફોટોને એઆઇ થકી ન્યુડ બનાવીને તેને બ્લેક મેઇલ કરી રહ્યો હતો. આરોપી આટલેથી રોકાયો ન્હતો. ત્યાર બાદ તે પીડિતાને તેના ફ્લેટ પર જોર જબરદસ્તીમાં નંબર પ્લેટ વગરની અને આખી કાળા કલરના કાચ વાળી કારમાં મળવા ગયો હતો. ત્યાં જઇને દર મહિને રૂ. 2 હજારની માંગણી કરી છે.
કોર્ટે નામંજુર કરી
એડવોકેટ રૂતુરાજ સિન્હાએ વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ આરોપીએ પીડિતાને મારી જોડે એક વખત આવીને સુઇ જા તેમ કહ્યું હતું. આખરે પીડિતા ડરી ગઇ હતી. અને ગેટ પાસે પહોંચીને વોચમેન પાસે ગયો હતો. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, અને 6 તારીખે લેખિતમાં ફરિયાદ આપી છે. ત્યાર બાદ બે-ત્રણ દિવસ બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ગઇ કાલે આરોપીએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નામંજુર કરી છે.
પુરાવા પોલીસને આપ્યા
એડવોકેટ રૂતુરાજ સિન્હાએ વધુમાં ઉમેર્યું કે, આ આરોપી સામે આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ તેણે છોકરી જોડે આવા કૃત્યો કર્યા છે. જેના પુરાવા અમે હાર્ડ કોપીમાં પોલીસને આપ્યા છે. આ મામલાની તપાસ યોગ્ય રીતે થાય તેવી અમે પોલીસને માંગ કરીએ છીએ. આરોપીનો ભોગ બનેલા જુના પીડિતોના કિસ્સો પણ બહાર આવવા જોઇએ.
આ પણ વાંચો ----- Vadodara : નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, પાણી-ભોજનમાં ભારે મુશ્કેલી