Vadodara Group Clash : દાંડિયા બજારમાં બે પક્ષ વચ્ચે પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત
Vadodara Group Clash : ભાસ્કર વિઠ્ઠલ વાડામાં નજીવી બાબતે વિવાદે પકડ્યું ઉગ્ર સ્વરૂપ
મારામારી દરમિયાન પથ્થરમારો થતાં વિસ્તારમાં અફરાતફરી
ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત, એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા, રાવપુરા પોલીસ સ્થળ પર તૈનાત
પોલીસે મામલો શાંત પાડી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી
Vadodara Group Clash : વડોદરાના (Vadodara) દાંડિયા બજાર(Dandia Bazar) વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ભાસ્તર વિઠ્ઠલ વાડામાં બે પક્ષો સામસામે આવી જતાં ભારે હંગામો સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કોઈ નજીવી બાબતે થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું. જેમાં બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જો કે આ સંઘર્ષ દરમિયાન પથ્થરમારો પણ થયો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે સ્થઆનિકમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
Vadodara Group Clash : ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્તથતી માહિતી અનુસાર બંન્ને જૂથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે SSG Hospital ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાંડિયા બજાર વિસ્તારમાં થયેલા જૂથ અથડામણમાં ક્યાં કારણોસર થઈ હતી તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ કોઈ અંગતઅદાવતમાં આ ઘટના બની હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara માં અસામાજિક તત્વોનો આતંક! હનુમાન મંદિરની ગૌશાળામાં કરી તોડફોડ


