Delhi Mumbai Expressway Accident : વડોદરાના પાદરા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, ઇકો કારના કુચ્ચેકુચ્ચા ઉડ્યા, 4 ના મોત
વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા સમલાયા નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રોંગ સાઇડમાં આવી રહેલી ઇકો કાર સામેથી આવતી બસ અને આઇસર ટ્રક સાથે અથડાતા ચાર લોકોના મોત થયા છે. કારમાં સવાર કુલ આઠ મુસાફરોમાંથી અન્ય ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ તપાસ શરૂ થઈ છે.
Advertisement
Delhi Mumbai Expressway Accident : વડોદરાથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાદરા તાલુકાના સમલાયા ગામ નજીક રવિવારે બપોરે એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી બસ, આઇસર કન્ટેનર અને એક ઇકો કાર વચ્ચે જોરદાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના કુરચા ઉડી ગયા હતા અને હાઇવે પર ટ્રાફિક જામની સાથે ચીસાચીસ મચી ગઈ હતી.

