Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

 Vadodara: 25 વર્ષ જૂની ટાંકી ધડામ દઈને હેઠી પડી, વડું ગામે જર્જરિત થયેલી ટાંકીને તોડી પડાઈ

વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા વડું ગામે લગભગ 25 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટાંકીને જર્જરિત હાલતને કારણે સુરક્ષાના ભાગરૂપે તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અકસ્માત ન બને.
 vadodara  25 વર્ષ જૂની ટાંકી ધડામ દઈને હેઠી પડી  વડું ગામે જર્જરિત થયેલી ટાંકીને તોડી પડાઈ
Advertisement

  • વડોદરા (Vadodara) ના વડું ગામે જૂની પાણીની ટાંકી ધરાશાયી કરવામાં આવી
  • ગણતરીના સેકન્ડોમાં ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ
  • લગભગ 25 વર્ષ જૂની ટાંકી સુરક્ષાને પગલે ઉતારી લઈ
  • જર્જરિત હાલતમાં આવેલી ટાંકી તોડી પાડવામાં આવી
  • ટાંકી તોડવાની કાર્યવાહીનો વીડિયો આવ્યો સામે
  • વિડિયોમાં ટાંકી ક્ષણોમાં ધરાશાયી થતી દેખાઈ

Advertisement

વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા વડું ગામે લગભગ 25 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટાંકીને જર્જરિત હાલતને કારણે સુરક્ષાના ભાગરૂપે તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અકસ્માત ન બને.

Advertisement

vadodara tanki- Gujarat first1

vadodara ના વડું ગામે 25 વર્ષ જૂની ટાંકી તોડી પડાઈ

આ ટાંકી લાંબા સમયથી વપરાશમાં ન હોવાથી અને તેની હાલત ખતરનાક બની ગઈ હોવાથી તેને નિયંત્રિત રીતે ધરાશાયી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તોડવાની પ્રક્રિયા દરમિયાન ગણતરીની સેકન્ડોમાં જ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તંત્ર દ્વારા જર્જકિત ટાંકીને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લોકો પણ તેને જોવા માટે ટોળું વળીને ઉભા છે અને ટાંકી થોડી જ ક્ષણોમાં ધૂળના ગોટા સાથે ધરાશાયી થતી જોવા મળે છે.

vadodara tanki- Gujarat first1

તંત્રએ પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ કરી

આ ટાંકી જર્જરિત થઈ ગયા પછી ગામમાં અકસ્માતનું જોખમ વધી ગયું હતું. તેથી તેને તોડી પાડવાની માંગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. આ કાર્યવાહીથી ગામલોકોમાં રાહતનો માહોલ છે. તંત્રએ આ પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ કરી, કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નથી.આ ઘટના જર્જરિત માળખાઓના સમયસર નિકાલની જરૂરિયાતને રેખાંકિત કરે છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને. ગામમાં હવે નવી પાણી વ્યવસ્થાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: "ખેતર બચાવો, સ્વાસ્થ્ય બચાવો" 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પલસાણાના રાજુભાઈ પટેલ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

Tags :
Advertisement

.

×