Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : બરોડા ક્રિકેટ એસોસિએશનમાં 13 વર્ષ બાદ ચૂંટણીનો જંગ, આ બે દિગ્ગજો વચ્ચે સીધી ટક્કર

Vadodara : બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. છેલ્લા 13 વર્ષથી બિનહરીફ કે વહીવટી પ્રક્રિયાથી ચાલતા આ એસોસિએશનમાં આજે ખરાખરીનો જંગ જામ્યો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા રામબાગ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
vadodara   બરોડા ક્રિકેટ એસોસિએશનમાં 13 વર્ષ બાદ ચૂંટણીનો જંગ  આ બે દિગ્ગજો વચ્ચે સીધી ટક્કર
Advertisement
  • બરોડા ક્રિકેટ એસો. (BCA) ની આજે ચૂંટણી (Vadodara)
  • 13 વર્ષ બાદ ચૂંટણીમાં ખરાખરીનો જંગ
  • રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધો જંગ
  • 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં

Vadodara : બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. છેલ્લા 13 વર્ષથી બિનહરીફ કે વહીવટી પ્રક્રિયાથી ચાલતા આ એસોસિએશનમાં આજે ખરાખરીનો જંગ જામ્યો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા રામબાગ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

Vadodara  BCA  ચૂંટણીમાં બે જૂથો વચ્ચે આરપારની લડાઈ

આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પ્રબળ જૂથો 'રિવાઇવલ ગ્રુપ' અને 'રોયલ સત્યમેવ જયતે ગ્રુપ' સામસામે છે. કુલ 31 વિવિધ હોદ્દાઓ માટે 62 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. ખાસ કરીને પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર જેવા મહત્વના હોદ્દાઓ પર સૌની મીટ મંડાયેલી છે. પ્રમુખ પદ માટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે અને જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. દર્શન બેન્કર વચ્ચે સીધો અને રસાકસીભર્યો મુકાબલો જોવા મળી રહ્યો છે. અંદાજે 2098 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી BCA નું ભવિષ્ય નક્કી કરશે.

Advertisement

Vadodara-BCA-gujarat first1

Advertisement

હાઈકોર્ટનો મહત્વનો વચગાળાનો આદેશ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો હસ્તક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ એક PIL (જાહેર હિતની અરજી) ના સંદર્ભમાં મહત્વનો આદેશ આપ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક ઉમેદવારો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 'કૂલિંગ ઓફ પિરિયડ' અને કાર્યકાળની મર્યાદાના નિયમોનું ઉલ્લંઘન કરીને ચૂંટણી લડી રહ્યા છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મતદાન પ્રક્રિયા નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે.પરંતુ, અદાલતની પૂર્વ મંજૂરી વગર ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં આજે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી હાથ ધરવામાં આવશે નહીં.

Vadodara-BCA-gujarat first1

ભવિષ્યનો દારોમદાર અદાલતના નિર્ણય પર

BCA ની આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે જ નહીં, પણ લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ રહી છે. એક તરફ મેદાનમાં ઉમેદવારો પોતાનું જોર બતાવી રહ્યા છે, તો બીજી તરફ કાયદાકીય ગૂંચને કારણે વિજેતા ઉમેદવારોએ હાઈકોર્ટના આગામી નિર્ણય સુધી રાહ જોવી પડશે. ક્રિકેટ રસિકો અને સભ્યોમાં ઉત્તેજના છે કે આખરે વડોદરાના ક્રિકેટ વહીવટની કમાન કોના હાથમાં જશે.

આ પણ વાંચો:  Studio on Wheels: વેસ્ટમાંથી બેસ્ટ! પ્લાસ્ટિક વણાટના પાયોનીયર રાજી બહેનનું પર્યાવરણ બચાવવાનું અનોખું અભિયાન

Tags :
Advertisement

.

×