Vadodara : પાણીપુરી ઓછી મળતા મહિલા રસ્તા પર બેસી ગઇ, પોલીસ બોલાવવી પડી
- સુરસાગર કિનારે નાટકીય દ્રશ્યો સામે આવ્યા
- પાણીપુરી ઓછી આપતા મહિલા વિફરી અને રોડ પર બેઠી
- આખરે પોલીસે બાજી સંભાળી લીધી
Vadodara : વડોદરા (Vadodara) માં આજે અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. શહેરના સુરસાગર કિનારે પાણીપુરીના (Panipuri) વિક્રેતાઓ મોટી સંખ્યામાં હોય છે. આજે સાંજના સમયે અહિંયા પાણીપુરી (Panipuri - Vadodara) ખાવા આવેલી મહિલાને પુરી ઓછી મળતા તે રોષે ભરાઇ હતી. બાદમાં મહિલા ખુમચા નજીક ચાલુ રોડ વચ્ચે બેસી ગઇ હતી. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દ્રશ્યો જોઇને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને રોડ પરથી સાઇડમાં લઇ જઇને માંડ મામલો થાળે પાડ્યો હતો. પાણીપુરી માટે આ પ્રકારનો જોખમી લગાવ જોતા લોકો વચ્ચે હાસ્યાસ્પદ સ્થિતી સર્જાઇ હતી.
માત્ર 4 જ આપવામાં આવી
પાણીપુરીના ચાહકવર્ગને ઉંમર નથી નડતી. સામાન્ય રીતે બીજી કોઇ લારી પર ગ્રાહકો હોય કે ના હોય, પરંતુ પાણીપુરીની (Panipuri - Vadodara) લારી ક્યારે ખાલી હોતી નથી. વડોદરામાં આજે પાણીપુરીવાળાથી નારાજ મહિલાએ આખો રસ્તો માથે લીધો હોય તેવી ઘટના સામે આવી છે. આજે મચ્છીપીઠમાં રહેતી મહિલા બપોરના સમયે સુરસાગર ખાતે પાણીપુરી ખાવા પહોંચી હતી. જેમાં પાણીપુરી વાળાએ રૂપિયાની સામે ઓછી પુરી આપતા મહિલા રોષે ભરાઇ હતી. મહિલાનો આરોપ હતો કે, રૂ. 20 ની 6 પાણીપુરીની જગ્યાએ તેને માત્ર 4 જ આપવામાં આવી હતી.
દુકાન બંધ કરવાની માંગ જ કરી દીધી
આખરે મહિલાએ વિરોધને (Panipuri - Vadodara) તેજ કરતા ચાલુ રસ્તા પર બેસવાનું પસંદ કર્યું હતું. આ જોતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં પોલીસે આવીને પ્રથમ મહિલાને રસ્તા પરથી દુર કરીને સાઇડમાં લઇ ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. મહિલા એ હદે રોષે ભરાઇ કે, તેણે દુકાન બંધ કરવાની માંગ જ કરી દીધી. જો કે, આ પરિસ્થિતીમાં પોલીસે શાંતિપૂર્વક રીતે મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો ----- Vadodara : કારની અડફેટે આવ્યા અનેક વાહનો, ચાલક નશામાં હોવાનું અનુમાન, એક ગંભીર