Vadodara fight: વડોદરામાં ઈંધણ માટેની લાંબી કતારોમાં લોહી ઉકળ્યું, પેટ્રોલપંપ પર વાહનચાલકો વચ્ચે મારામારી
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતની (Fuel Shortage) અફવાઓ વચ્ચે વડોદરાના (Vadodara) ફતેગંજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇંધણ મેળવવા માટે કલાકોથી તપતા વાહનચાલકો વચ્ચે લાઈનમાં (Queues) ઊભા રહેવા જેવી ક્ષુલ્લક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહીયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી. માનસિક તણાવ અને ઉતાવળને કારણે બે વાહનચાલકો જાહેરમાં એકબીજા પર તૂટી પડતા પેટ્રોલ પંપ પર અફરાતફરી અને ગભરાટનો (Panic) માહોલ સર્જાયો હતો. આ મારામારીના (Assault) દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
Advertisement
- Vadodara fight: ફતેગંજનું પેટ્રોલપંપ બન્યું જંગનું મેદાન
- વડોદરામાં પેટ્રોલ માટે લોહી ઉકળ્યું
- ફતેગંજના પેટ્રોલ પંપ પર વાહનચાલકો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી
- કલાકોથી લાઈનમાં ઉભા રહેવાની ધીરજ ખૂટી
- ઇંધણ માટે લાગેલી કતારોમાં બે વાહનચાલકો બાખડ્યા
- ફતેગંજમાં વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી
- અફવા અને ઉતાવળમાં ભાન ભૂલ્યા લોકો
Vadodara fight: વડોદરા (Vadodara) સંસ્કારી નગરી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર આજે હિંસક દ્રશ્યો સર્જાયા હતા. ઇંધણની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની લાગેલી કિલોમીટર લાંબી કતારોમાં (Queues) ઉભેલા વાહનચાલકો વચ્ચે અચાનક મામલો બિચક્યો હતો. પેટ્રોલ મેળવવાની ઉતાવળ અને કલાકોની પ્રતીક્ષાના કારણે સર્જાયેલા માનસિક તણાવ વચ્ચે બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં (Assault) ફેરવાઈ ગઈ હતી.

