Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Firing: ભાજપ અગ્રણીના ફાર્મ હાઉસ પર ફાયરિંગ: પ્રેમ પ્રકરણમાં બબાલ થયાની આશંકા

Poicha Shooting: વડોદરાના પોઈચા (ખાંડી) ગામે ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર પાંચથી વધુ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી છે. મારામારી દરમિયાન આત્મરક્ષામાં બે રાઉન્ડ ફાયરિંગ થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને SSG હોસ્પિટલ ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં આ વિવાદ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાય છે. પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.
vadodara firing  ભાજપ અગ્રણીના ફાર્મ હાઉસ પર ફાયરિંગ  પ્રેમ પ્રકરણમાં બબાલ થયાની આશંકા
Advertisement
  • Vadodara Firing: પોઈચા ખાંડી ગામે ફાયરિંગની ઘટના
  • ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ
  • બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી
  • પાંચથી વધુ શખ્સ ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા
  • મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ: સૂત્રો
  • પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની આશંકા
  • ફાર્મ હાઉસ પર ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
  • ઘાયલને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

Vadodara Firing: વડોદરા જિલ્લાના પોઈચા (ખાંડી) ગામે ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ (Vadodara Firing) ની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આશરે પાંચથી વધુ શખ્સોના ટોળાએ ફાર્મ હાઉસમાં પ્રવેશ કરી ધમાલ મચાવી હતી. આ દરમિયાન થયેલી મારામારી બાદ આત્મરક્ષા (Self-Defense) માટે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vadodara Firing ની ઘટનામાં એક ઇજાગ્રસ્ત

આ હિંસક અથડામણ (Vadodara Firing) માં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, પોઈચા ખાંડી ગામે આવેલા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર પાંચથી વધુ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ફાર્મ હાઉસમાં ઘૂસેલા આ શખ્સો અને ત્યાં હાજર લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘર્ષણ દરમિયાન આશરે બે રાઉન્ડ ફાયરિંગ (Vadodara Firing)  થયું હોવાની માહિતી મળી રહી છે.

આત્મરક્ષણમાં Vadodara માં Firing ની ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે હુમલાખોરોએ ફાર્મ હાઉસ પર હુમલો કર્યો, ત્યારે બચાવ પક્ષ તરફથી આત્મરક્ષા (Self-defense) માટે વળતું ફાયરિંગ (Vadodara Firing) કરવામાં આવ્યું હતું. જોકે, ફાયરિંગ કોણે કર્યું અને કયા હથિયારથી કરવામાં આવ્યું તે બાબતે પોલીસ હજુ તપાસ કરી રહી છે. આ ઝઘડામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.

પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા

સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ મુજબ, આ હિંસક ઘટના પાછળ કોઈ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. જૂની અદાવત કે અંગત કારણોસર આ જૂથ અથડામણ થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફાર્મ હાઉસની આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલ ઈજાગ્રસ્તની પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરી રહી છે.

Tags :
Advertisement

.

×