Vadodara માં દેશનું પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 લશ્કરી વિમાન તૈયાર, જાણો ક્યારથી ભરશે ઉડાન
- વડોદરા (Vadodara) ના પ્લાન્ટમાં પ્રથમ એરક્રાફ્ટનું નિર્માણ પૂર્ણ
- પ્રથમ 'મેડ ઈન ઈન્ડિયા' C-295 લશ્કરી વિમાન તૈયાર
- ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ એરક્રાફ્ટનું નિર્માણ
- લશ્કરી વિમાનથી ભારતીય વાયુસેનાની તાકાત વધશે
- સપ્ટેમ્બરમાં મળી શકે છે પ્રથમ સ્વદેશી C-295 વિમાન
Vadodara Tata Airbus Project : ગુજરાતનું વડોદરા (Vadodara) શહેર હવે ગરબા અને સંસ્કારી નગરીની સાથે સંરક્ષણ ઉત્પાદન (Defense Production) ક્ષેત્રે પણ વિશ્વના નકશા પર ચમક્યું છે. ટાટા-એરબસ પ્રોજેક્ટ (Tata-Airbus Project) હેઠળ વડોદરાના પ્લાન્ટમાં પ્રથમ 'મેડ ઈન ઈન્ડિયા' C-295 લશ્કરી વિમાન (Military Aircraft) તૈયાર થઈ ગયું છે. આ સાથે જ ભારત હવે લશ્કરી પરિવહન વિમાનોનું ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સિદ્ધિ ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાન માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.
વડોદરાના પ્લાન્ટમાં પ્રથમ એરક્રાફ્ટનું નિર્માણ પૂર્ણ
પ્રથમ 'મેડ ઈન ઈન્ડિયા' C-295 લશ્કરી વિમાન તૈયાર
ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ એરક્રાફ્ટનું નિર્માણ
લશ્કરી વિમાનથી ભારતીય વાયુસેનાની તાકાત વધશે
સપ્ટેમ્બરમાં મળી શકે છે પ્રથમ સ્વદેશી C-295 વિમાન
ટેસ્ટિંગ માટે સજ્જ વિમાન ટૂંક સમયમાં… pic.twitter.com/IRPDCgItJK— Gujarat First (@GujaratFirst) May 14, 2026
Vadodara ના પ્લાન્ટમાં પ્રથમ એરક્રાફ્ટનું નિર્માણ પૂર્ણ
ભારતીય વાયુસેના (Indian Air Force) માટે આ વિમાન ગેમ-ચેન્જર સાબિત થવાનું છે. આધુનિક C-295 વિમાન વાયુસેનાના દાયકાઓ જૂના 'એવરો-748' (Avro-748) વિમાનોનું સ્થાન લેશે. 5 થી 10 ટન વજન વહન કરવાની ક્ષમતા (Payload Capacity) ધરાવતું આ વિમાન રણથી લઈને દરિયાઈ સીમાઓ સુધીના કપરા ઓપરેશન્સ કરવા માટે સક્ષમ છે. તેની ડિઝાઈન અને ટેક્નોલોજી તેને ટૂંકી રનવે (Short Runway) પરથી પણ ઉડાન ભરવા અને ઉતરવા માટે અનુકૂળ બનાવે છે.
ખાનગી કંપની દ્વારા પ્રથમ મોટું સાહસ
દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખાનગી કંપની (Private Company) દ્વારા સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ (Tata Advanced Systems Ltd - TASL) દ્વારા વડોદરામાં કુલ 40 લશ્કરી વિમાનોનું નિર્માણ કરવામાં આવશે. વડોદરાના પ્લાન્ટમાં તૈયાર થયેલું આ પ્રથમ વિમાન હવે ટેસ્ટિંગ (Testing) માટે સંપૂર્ણ સજ્જ છે અને ટૂંક સમયમાં જ આકાશમાં ઉડાન ભરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્ટેમ્બર મહિનામાં આ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને સોંપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: Gujarat Heatwave News: અમદાવાદ 44.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ 'ઓરેન્જ એલર્ટ'


