ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ગાજરાવાડી સ્લોટર હાઉસ બંધ, ભારે દુર્ગંધ વચ્ચે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી

Vadodara : સફાઈ અભિયાનની વાતો થાય છે, પણ મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાઈન થતા હોય તો પહેલા એના પર ધ્યાન આપવું જોઈએ
02:51 PM Oct 09, 2025 IST | PARTH PANDYA
Vadodara : સફાઈ અભિયાનની વાતો થાય છે, પણ મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાઈન થતા હોય તો પહેલા એના પર ધ્યાન આપવું જોઈએ

Vadodara : વડોદરા શહેરના (Vadodara City) ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં (Gajrawadi Slaughter House - Vadodara) જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ્પ થઈ છે. જેથી વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે, તો કેટલાક લોકો વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે પાલિકાના કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગાજરાવાડી વિસ્તાર આખો સીટીની અંદર આવી ગયો

ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસની (Gajrawadi Slaughter House - Vadodara) નર્કાગાર જેવી હાલત થઈ છે. સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરએ કામગીરી બંધ કરતા છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી ઠપ્પ થઈ છે. સમગ્ર મામલે પાલિકાના કૉંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ શાસકોને આડે હાથ લઈ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જે તે વખતે મૃત બે, ચાર ગાયો આવતી હતી, સળગાવી દેવાનું પ્રાવધાન હતું. પણ શહેર વધ્યું, વસ્તી વધી અને ગાજરાવાડી વિસ્તાર આખો સીટીની અંદર આવી ગયો છે. સોમા તળાવ અને એની આગળ પણ વસ્તી વધતી જાય છે. સ્લોટર હાઉસના કારણે બધા વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

રોજના 50-60 મૃત પશુ આવી રહ્યા છે

તેમણે વધુમાં જણાવ્યું કે, વારંવાર રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે જનાવરોનો નિકાલ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા કરો. જે બાદ ટ્રીટમેન્ટ ઊભી કરી તેમાં 15 જનાવરોની એક સાથે ડિસ્પોઝલ કરી શકાય એવી વ્યવસ્થા છે. પરંતુ અહીંયા રોજના 50-60 મૃત પશુ આવી રહ્યા છે. હવે લોકોના દરવાજા બંધ થઈ રહ્યા છે. તેઓ વિસ્તારમાંથી પલાયન થઈ રહ્યા છે. બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. વારંવાર કહેવા છતાં પણ શરમ નથી આવતી કે, આ શહેરમાંથી લોકો પલાઈન થાય તો આ શહેર સારું કે ખરાબ કહેવાય એ એમને નક્કી કરવાનું છે. સફાઈ અભિયાનની વાતો થાય છે પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાઈન થતા હોય તો તમારે સૌથી પહેલા એની પર ધ્યાન આપવું જોઈએ. પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે. લોકોને પગાર નથી મળ્યા.

કોઈ એક્શન લેતા નથી

તેમણે ઉમેર્યું કે, એ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે. એ કામ જ નથી કરતો અને જે ટેન્ડર આપ્યું છે એની લિમિટ પુરી થવા આવી છે, તો એના પર કડક પગલાં લેવાના હોય, બ્લેક લિસ્ટ કરવામાં આવે, બીજાની પાસેથી કરાવવામાં આવે, એવું કોઈ એક્શન લેતા નથી અને એના કારણે કોન્ટ્રાક્ટરો ફાટી ગયા છે. મારું માનવું છે કે, આવા કોન્ટ્રાક્ટરોને અહીંયાથી બ્લેક લિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. લોકોને પાયાની સુવિધા નથી મળતી.

તેમની પોલ ખુલી જાય

તેમણે વધુમાં ઉમેર્યું કે, તમારી પાસે બીજી બાજુ સુવેજ પંપિંગ છે, એની અંદર પણ વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે. તો શહેરની અંદર આ બધી બાબતો થઈ રહી છે પણ તંત્રને કોઈ પડી નથી. મારો સીધો આક્ષેપ છે કે, આ મિલીભગતથી દવાઓનો ખર્ચો કરવામાં આવે છે. એમાં મૂળ ભ્રષ્ટાચાર થાય છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરનું પણ ધ્યાન દોર્યું છે, પણ અધિકારીઓ તેમને લઈ જતા નથી કારણ કે તેમની પોલ ખુલી જાય. મારી કમિશનરને વિનંતી છે કે આ મામલે રૂબરૂ મુલાકાત લઈ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો ------  Vadodara : પરીક્ષાનું પેપર આપીને છુટતા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો, નાની વાતે મોટું સ્વરૂપ લેતા પોલીસ દોડી

Tags :
closedGajrawadiSlaughterGujaratFirstgujaratfirstnewsGujaratiNewsVadodaraCityVMCFail
Next Article