Gorwa માં 11મા માળેથી પરિણીતાની મોતની છલાંગ! કારણ જાણીને હૃદય દ્રવી ઉઠશો
- વડોદરાના Gorwa વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના
- બીમારીથી કંટાળી 34 વર્ષીય પરિણીતાનો આપઘાત
- પરિણીતાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
- આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી
- 34 વર્ષીય સંગીતાબેન 7 મહિનાથી હતા બીમાર
- ફ્લેટની ગેલેરીમાંથી ઝંપલાવી મોતને કર્યું વ્હાલુ
- લક્ષ્મીપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી
Gorwa Case: સંસ્કારી નગરી વડોદરાના ગોરવા (Gorwa) વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ પોતાની ગંભીર બીમારીથી કંટાળીને અગિયારમા માળેથી પડતું મૂકી આપઘાત (Suicide) કરી લીધો છે. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશો અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીમારીથી કંટાળી 34 વર્ષીય પરિણીતાનો આપઘાત
મળતી માહિતી મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં 34 વર્ષીય સંગીતાબેન (Sangeetaben) પોતાના પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા 7 મહિનાથી તેઓ ગંભીર બીમારીથી (Illness) પીડાતા હતા. અનેક સારવાર છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આજે વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત હતા, ત્યારે સંગીતાબેને ફ્લેટની ગેલેરી (Gallery) માંથી નીચે ઝંપલાવ્યું હતું. 11 મા માળેથી નીચે પછાડાતા જ તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Gorwa : લક્ષ્મીપુરા પોલીસ દોડતી થઈ
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસ (Lakshmipura Police) મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખાતે ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે શું આપઘાત પાછળ બીમારી સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.
બિમારીએ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી
માત્ર 34 વર્ષની નાની ઉંમરે પરિણીતાએ આ રીતે જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગોરવા અને લક્ષ્મીપુરા (Lakshmipura) વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાત મહિનાની લાંબી બીમારીએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. હાલ પોલીસ પરિવારજનોના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: Amraiwadi માં કાળજું કંપાવતી ઘટના: માતાના હાથમાંથી સરકી બાળકી ટાંકામાં પડી, કરુણ મોત!


