આકરી ગરમી વચ્ચે Vadodara માં પાણીનો વેળફાટ!, ગોત્રીમાં Water Pipeline Leakage
- Vadodara Water Pipeline Leakage
- ગોત્રી વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
- ગોત્રી પાણીની ટાંકી નજીક ત્રણ રસ્તા પાસે ફરી વળ્યું પાણી
- લાખો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ થતા લોકોમાં ભારે આક્રોશ
Vadodara Water Pipeline Leakage: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ત્રણ રસ્તા નજીક મહાનગરપાલિકાની મુખ્ય પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. ગોત્રી પાણીની ટાંકી પાસે વહેલી સવારે ફુલ પ્રેશરથી પીવાનું પાણી માર્ગો પર વહેવા લાગ્યું હતું. આ અકસ્માતને કારણે આજુબાજુના તમામ રસ્તાઓ જળબંબોળ થઈ ગયા હતા. ઉનાળાના (Summer) દિવસોમાં આ પ્રકારે લાખો ગેલન પાણીનો બગાડ થતા સ્થાનિક રહેવાસીઓ તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનિંગ (Pre-monsoon Planning) અને મેઇન્ટેનન્સ પર પણ શંકાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો---- Bhavnagar police: ભાવનગર પોલીસનું Mission Aarogyam, જવાનોના સ્વાસ્થ્ય માટે નવો સૂર્યોદય
Vadodara Water Pipeline Leakage: વારંવારની સમસ્યાથી લોકોમાં રોષ
ગોત્રીના આ વ્યસ્ત ચાર રસ્તા પર માત્ર બે દિવસ પહેલાં પણ પાણીની લાઇનમાં મોટું લીકેજ (Leakage) જોવા મળ્યું હતું. તંત્રએ જે તે સમયે સામાન્ય સમારકામ કરીને સંતોષ માની લીધો હતો, જેના કારણે આજે ફરી આ આફત આવી પડી છે. વારંવાર લાઇન ફાટવાની ઘટનાઓથી સોસાયટીના રહીશોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે. પાણીના જોરદાર વહેણને કારણે રસ્તાઓ ધોવાઈ જવાની અને વાહનચાલકો સ્લિપ થઈ જવાની ભીતિ વધી ગઈ છે. ઓફિસ અને શાળાએ જતા વાહનો પણ પાણી ભરાવાને લીધે ટ્રાફિક જામમાં (Traffic Jam) ફસાયા હતા.
Vadodara Water Pipeline Leakage: કાયમી ઉકેલની ઉઠતી માંગ
ઘટનાની જાણ થતા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) હાઇડ્રોલિક વિભાગની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઇનનું જોડાણ બંધ કરીને પાણીનો બગાડ અટકાવવા માટે તાકીદે સમારકામ (Repairing) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સ્થાનિક લોકો આ પ્રકારના વચગાળાના સમારકામથી સંતુષ્ટ નથી. વિસ્તારના લોકોએ આ નબળી પાઇપલાઇન લાઇનને બદલીને કાયમી ઉકેલ (Permanent Solution) લાવવા માટે મજબૂત માંગ કરી છે. આ સમસ્યાના કારણે આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં પાણી કાપની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો---- Statue of Unity આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભરતા તરફ


