Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને લોકોએ ઘેર્યા, ટિકિટને લઈ વિવાદ થયો!

Vadodara માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક કલહ અને જનરોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 7 માં પ્રચાર માટે ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને પૂર્વ મંત્રી બિમલ શાહ અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ અને નેતાઓને લોકોએ ઘેરી લીધા હતા, તો સ્થાનિકોએ ચૂંટણીની ટિકિટને લઈ નેતાઓને સવાલ કર્યા હતા.
vadodara શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને લોકોએ ઘેર્યા  ટિકિટને લઈ વિવાદ થયો
Advertisement
  • Vadodara માં ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ
  • વોર્ડ નં.7 માં પ્રચાર કરવા ગયેલા ઋત્વિજ જોષીનો વિરોધ
  • શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીનો યુવાનોએ કર્યો ઘેરાવો
  • પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ
  • પૂર્વ મંત્રી બિમલભાઇ શાહ સાથે યુવાનોની તીખી તકરાર

Vadodara : ચૂંટણી (election)માં અમને મત (vote) આપજો તેમ કહી નેતાઓ ઘરે ઘરે ફરી રહ્યાં છે પરંતુ વડોદરા કોંગ્રેસ (congress) ના નેતાઓને સ્થાનિકોનો કડવો અનુભવ થયો હતો,ત્યારે કોંગ્રેસના નેતાઓને મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે સ્થાનિકોએ સવાલ કર્યો હતો તો નેતાઓ કોઈ જવાબ આપી શકયા ન હતા ત્યારે યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની ચીમકી આપી હતી.

વડોદરા કોંગ્રેસમાં ભડકો, દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ

વડોદરાના વોર્ડ નંબર-7માં પ્રચાર કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીનો યુવાનોએ કર્યો ઘેરાવો અને સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ સામે આવ્યો હતો ટિકિટ ફાળવણીમાં વ્હાલા-દવલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચ્યો હતો, પૂર્વ મંત્રી બિમલ શાહ સાથે યુવાનોની તીખી તકરાર થઈ હતી અને મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે પૂછ્યા આકરા સવાલ પણ નેતાઓ આ મામલે કોઈ જવાબ આપી શકયા ન હતા.

Advertisement

vadodara gujarat first

Advertisement

વડોદરા કોંગ્રેસમાં ભારે ટિકિટને લઈ ડખો!

રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની અને હરાવવાની આપી ખુલ્લી ચીમકી આપી હતી અને સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ ભલાઈ સમજી હતી, ચૂંટણી પહેલા જ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર જોવા મળ્યો હતો અને જીતવાના સમીકરણો જોખમાયા હતા.

ચૂંટણી સમયે જ નેતાના વિરોધનો વીડિયો વાયરલ થયો

ચૂંટણી સમયે જ શહેર પ્રમુખ સામે થયેલા આ પ્રકારના વિરોધથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર પ્રસરતા વિરોધ પક્ષોને પણ બોલવાની તક મળી છે. બીજી તરફ, આ મામલે ઋત્વિજ જોષી કે પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ ઘટનાએ વડોદરા કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અને લોકોના અસંતોષને સપાટી પર લાવી દીધો છે.

આ પણ વાંચો : Vadodara BJP માં આંતરિક કલહ! બે હોદ્દેદારો સામસામે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Tags :
Advertisement

.

×