ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : જરોદ દારૂકાંડમાં પાંચ કોન્સ્ટેબલ સસ્ટેન્ડ, GRD નું નામ કમી

Vadodara : વડોદરા ગ્રામ્યના નવા એસપી સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યાના નવમાં દિવસે દારૂકાંડમાં આકરા પગલાં લેતા સસ્પેન્શનના ઓર્ડર કર્યા છે
12:24 PM Aug 31, 2025 IST | PARTH PANDYA
Vadodara : વડોદરા ગ્રામ્યના નવા એસપી સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યાના નવમાં દિવસે દારૂકાંડમાં આકરા પગલાં લેતા સસ્પેન્શનના ઓર્ડર કર્યા છે

Vadodara : તાજેતરમાં વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઇવે (Vadodara - Halol Express Highway) પર આસોજની સીમમાં રાત્રે રૂ. 39 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. તે મુદ્દામાલ પૈકી કેટલીક દારૂની પેટીઓને ડી-સ્ટાફે બુટલેગરને વેચી મારી (Jarod Liquor Scam - Vadodara) હતી. જેનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનાક્રમ ખુલ્લો પડ્યો હતો. આ મામલે નવનિયુક્ત એસપી સુશિલ અગ્રવાલ (SP Sushil Agrawal) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. એસપી દ્વારા ડી-સ્ટાફના ત્રણ હેડ કોન્સ્ટેબલ અને બે બોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં (Constable Suspend - Vadodara) આવ્યા છે. સાથે જ પીઆઇને લીવ રીઝર્વ અને જીઆરડીની હકાલપટ્ટી કરવામાં આવી છે. આકરા પગલાંના કારણે ગ્રામ્ય પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

ડીવાયએસપીને તપાસ સોંપી

4, ઓગસ્ટના રોજ વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઇવે પર આસોજ ગામની સીમમાં (Vadodara - Halol Express Highway) કન્ટેનરમાંથી રૂ. 39 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો. જે બાદ કન્ટેનરને ચોક્કસ જગ્યાએ લઇ જઇને મંજુસર અને વાઘોડિયાના ત્રણ બુટગેલરોને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા માનીતા બુટલેગરોને દારૂની પેટીઓ આપી દેવામાં આવી (Jarod Liquor Scam - Vadodara) હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવતા સોપો પડી ગયો હતો. આ વીડિયો વાયરલ થતા છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તત્કાલિન એસપી દ્વારા બરોડા ડિવિઝનના ડીવાયએસપીને તપાસ સોંપી હતી. ડિવાયએસપી દ્વારા પીઆઇ, કોન્સ્ટેબલ, પીએસઓ, અને ક્રાઇમ રાઇટર હેડની પુછપરછ કરવામાં આવી હતી.

પીઆઇ વિરૂદ્ધ આંતરિક તપાસ ચાલી રહી છે

આ દરમિયાન તત્કાલિન એસપીની બદલી થતા નવા એસપી તરીતે સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. નવા એસપીએ ચાર્જ સંભાળ્યાના નવમાં દિવસે દારૂકાંડમાં આકરા પગલાં લીધા છે. જે અંતર્ગત પીઆઇ. એમ.આર. ચૌધરીને લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. સાથે જ ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હાથીસિંહ, મુકેશભાઇ અરવિંદભાઇ, વિપુલકુમાર શિવશંકર, અને કોન્સ્ટેબલ મેઘરાજભાઇ રણછોડભાઇ અને કુલદીપસિંહ જનકદાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા (Constable Suspend - Vadodara) છે. તથા જીઆરડી તાહીર સત્તારભાઇ ઘાંચીનું નામ કમી કરવાનું પગલું લેવામાં આવ્યું છે. આ આકરી કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુત્રેઓ જણાવ્યું કે, હજી પીઆઇ વિરૂદ્ધ આંતરિક તપાસ ચાલી રહી છે. હાલ સીધી સંડોવણી નહીં જણાતા તેમને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો ------ Sorathiya Murder Case : સુપ્રીમ કોર્ટમાં હાઈલેવલ કાનૂની જંગ, અનિરુદ્ધસિંહ જાડેજાની રિટ પર 8 સપ્ટેમ્બર પહેલાં સુનાવણી

Tags :
FiveConstableSuspendGujaratFirstgujaratfirstnewsJarodLiquorScamStrictActionVadodaraRuralPolice
Next Article