Vadodara : Harshal Hospital ના ડોક્ટરની બેદરકારીથી યુવતીએ જીવ ગુમાવ્યાનો આરોપ
- Vadodara ની હર્ષલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી
- પાણીની ગાંઠના ઓપરેશનમાં ડોક્ટર શરીરમાં કપડું ભુલી ગયા
- ઓપરેશનના ત્રણ મહિના બાદ કપડું રહી ગયાનું નિદાન થયું
- સારવાર દરમિયાન કિશોરીનું મોત થયા પરિવાર ગમગીન બન્યો
Vadodara : વડોદરાના વાઘોડિયામાં આવેલી હર્ષલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે યુવતિએ જીવ ગુમાવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ડો. વિજયસિંહ રાજપૂતની હોસ્પિટલમાં 16 વર્ષિય કિશોરીના પેટમાં ગાંઠના ઓપરેશનમાં કપડું રહી ગયું હતું. જે બાદ ત્રણ મહિના સુધી યુવતિ પીડાતી રહી હતી. બાદમાં તેને મકરપુરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં યુવતિના પેટમાં કોટનના ટુકડાનો ભાગ ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ડોક્ટરની બેદરકારી પ્રકાશમાં આવ્યા બાદથી તે ફરાર છે. પરિવારે બેજવાબદાર તબીબ વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
Vadodara | 16 વર્ષની કિશોરીના ઓપરેશન દરમિયાન તેના પેટમાં કપડું રહી ગયું! | Gujarat First
વડોદરાની હર્ષલ ખાનગી હોસ્પિટલ વિવાદમાં
હોસ્પિટલની બેદરકારીથી કિશોરીનું મોત થયાનો આક્ષેપ
દિવાળી પહેલાં કિશોરીને પેટમાં ગાંઠના કારણે દાખલ કરાઈ હતી
ઓપરેશન દરમિયાન પેટમાં કપડું રહી ગયું હોવાનો… pic.twitter.com/Nk0k3qu1jr— Gujarat First (@GujaratFirst) January 7, 2026
Vadodara, સોનોગ્રાફીમાં તબીબની ભૂલ પકડાઇ
વડોદરાના (Vadodara) વાઘોડિયામાં ખાનગી હર્ષલ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવાળી પૂર્વે 16 વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ હોવાના કારણે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું પાણીની ગાંઠનું ઓપરેશ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું હતું. જેથી ઓપરેશનના થોડાક સમય બાદ દિકરીને પેટમાં દુખાવાની સમસ્યા શરૂ થઇ હતી. આ દુખાવો સતત રહેતા પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં તેને એડમિટ કરાવી હતી. પરીક્ષણ દરમિયાન સોનોગ્રાફીમાં પેટમાં કપડું રહી ગયું હોવાનું નિદાન થયું હતું. જે બાદ ડોક્ટરે પોતાની ભૂલ સ્વિકારી હતી, અને રૂ. 1.70 લાખ ચૂકવીને ફરી સર્જરી કરી હતી.
પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો
જો કે, તે બાદ પણ કિશોરીની હાલતમાં સુધારો થયો નહતો. અંતે સારવાર દરમિયાન કિશોરીનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતક કિશોરીના પરિવારે ડોક્ટર વિજયસિંહ રાજપૂત વિરૂદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. જે બાદ મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજા કોઇની સાથે આ પ્રકારની ઘટના ના બને તે માટે પરિવારે સરકારને વિનંતી કરી છે. સાથે જ હર્ષિલ હોસ્પિટલને સીલ કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદથી આરોપી ડોક્ટર ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --------- Vadodara Airport પર King Kohli ને જોવા ભીડ ઉમટી, ODI પહેલા ખેલાડીઓનું આગમન


