Vadodara Hit and Run: વડોદરામાં કારે બાઈકને ઉડાવ્યું, યુવક હવામાં ફંગોળાયો, રૂંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો!
વડોદરાના રસ્તાઓ પર ફરી એકવાર મોતની રફ્તાર જોવા મળી છે. ટીપી 13 વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એકાએક પાછળથી આવેલી કારે જે રીતે બાઈક સવારના જીવનને જોખમમાં મૂક્યું તે જોઈ હૃદય કંપી જશે. કાર ચાલકની એક હરકતે તેને કાયદાના કઠેડામાં લાવી દીધો છે. આખરે શું હતી એ કરૂણ પળ અને ક્યાં પહોંચી પોલીસ તપાસ? જાણો આ રિપોર્ટમાં...
Advertisement
- વડોદરામાં બેફામ કારે બાઈક ચાલકને ઉડાવ્યો!
- શહેરના ટીપી 13 વિસ્તારમાં સર્જાયો ભયાનક અકસ્માત
- કારની ટક્કરથી બાઈક સવાર હવામાં ફંગોળાઈને પટકાયો
- મદદ કરવાને બદલે કાર ચાલક યુ-ટર્ન મારીને થયો ફરાર
- ઘટનાના દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ફેલાયો ભારે આક્રોશ
Vadodara Hit and Run: વડોદરા (Vadodara) શહેરમાં બેફામ વાહન ચાલકો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ રસ્તાઓ પર મોતની રફ્તાર દોડાવી રહ્યા છે. શહેરના પ્રગતિશીલ વિસ્તાર ગણાતા ટીપી 13 (TP 13 Area) માં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારના કાળજા કંપી ગયા હતા.

