Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara: ઉત્તરાયણના બહાને ઘરે રોકાયો, સંબંધીએ ઊંઘતી સગીરાનું મોઢું દબાવી આચર્યું દુષ્કર્મ!

Vadodara: વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરા પર તેના સગા સંબંધી કિશન રમણભાઈ દેવીપૂજકે મધરાત્રે ઊંઘમાં મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિશ્વાસનો દુરુપયોગ કરીને આ કૃત્ય આચર્યું છે, જેનાથી પરિવારમાં આઘાતની લાગણી છે.
vadodara  ઉત્તરાયણના બહાને ઘરે રોકાયો  સંબંધીએ ઊંઘતી સગીરાનું મોઢું દબાવી આચર્યું દુષ્કર્મ
Advertisement
  • વડોદરાના (Vadodara) વાઘોડીયામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના
  • કિશન રમણભાઈ દેવીપૂજકે સગીરા પર દુષ્કર્મ આચર્યું
  • આરોપી સગીરાના સંબંધીએ યોજેલી બર્થડે પાર્ટીમાં આવ્યો હતો
  • ઉત્તરાયણ માટે રીલ રંગવાના બહાને રાતે સગીરાના ઘરે રોકાયો
  • મધરાત્રે સૂતેલી સગીરાનું ઊંઘમાં મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું
  • વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી અટકાયત

Vadodara: વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરા પર તેના સગા સંબંધી કિશન રમણભાઈ દેવીપૂજકે મધરાત્રે ઊંઘમાં મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિશ્વાસનો દુરુપયોગ કરીને આ કૃત્ય આચર્યું છે, જેનાથી પરિવારમાં આઘાતની લાગણી છે.

Vadodara ના વાઘોડીયામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના

મળતી માહિતી અનુસાર, આરોપી કિશન દેવીપૂજક સગીરાના સંબંધીએ યોજાયેલી બર્થડે પાર્ટીમાં મહેમાન તરીકે આવ્યો હતો. ત્યારબાદ ઉત્તરાયણ પર્વ માટે પતંગની દોરી રંગવાના બહાને તે સગીરાના ઘરે રાત્રે રોકાઈ ગયો. મધરાત્રે જ્યારે સગીરા ઊંઘમાં હતી, ત્યારે આરોપીએ તેનું મોઢું દબાવી દબાવીને જબરદસ્તી દુષ્કર્મ ગુજાર્યું હતું.

Advertisement

Vadodara- Minor girl raped in Waghodia-Gujarat first

Advertisement

સગીરાની પૂછપરછ કરતાં તેણે આખી હકીકત જણાવી

આ કૃત્યથી સગીરા ગંભીર આઘાતમાં આવી ગઈ અને તે કેટલાક દિવસો સુધી ઉદાસ અને ડરેલી રહી.સગીરાના વર્તનમાં આવેલા ફેરફારને જોઈને પરિવારજનોને શંકા ગઈ. તેમણે સગીરા પાસેથી પૂછપરછ કરતાં તેણે આખી હકીકત જણાવી. આ પછી પરિવારે તાત્કાલિક વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Vadodara- Minor girl raped in Waghodia-Gujarat first

ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો

પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી કિશન દેવીપૂજકની અટકાયત કરી લીધી.વાઘોડિયા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની દુષ્કર્મની કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી ધો.12ની વિદ્યાર્થિની, ઓટો ચાલક પિતાનું દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું રોળાયું

Tags :
Advertisement

.

×