Vadodara માં મોડી રાત્રે Thar નો કહેર, પાલિકાનું આકર્ષક સ્ટ્રક્ચર જમીનદોસ્ત, કારમાંથી મળ્યા દારૂના ગ્લાસ
વડોદરાના માર્ગો પર મોડી રાત્રે નશામાં ધૂત વાહનચાલકોનો આતંક જોવા મળ્યો. કાલાઘોડા બ્રિજ પર બેકાબૂ થયેલી થાર કારે પાલિકા દ્વારા તૈયાર કરાયેલા દિવાળીના સુંદર સ્ટ્રક્ચરને જોરદાર ટક્કર મારી તોડી પાડ્યું હતું. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી સયાજીગંજ પોલીસે કારમાંથી પુરાવા કબજે કરી નશેડી ચાલક અને તેના સાથીદારને કસ્ટડીમાં લઈ વધુ કડક પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Vadodara Thar Accident : સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને નશામાં ધૂત શખ્સો કાળો કલંક લગાવી રહ્યા છે. બેફામ નશાખોર શખ્સો શહેરના માર્ગો પર રાત્રિના સમયે આવા તત્વો રાહદારીઓ અને જાહેર મિલકત માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના ધમધમતા કાલાઘોડા બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવી રહેલી મહિન્દ્રા થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અનિયંત્રિત બનેલી આ થાર સીધી બ્રિજ પર ઊભા કરવામાં આવેલા મોટા સ્ટ્રક્ચર સાથે અથડાઈ ગઈ હતી.

