ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : કરજણના સૌથી મોટા સ્મશાનમાં કારની હેડલાઇટના અજવાળે અંતિમ ક્રિયા કરવાની મજબૂરી

Vadodara : એક તરફ નાગરિકો અંતિમદાહમાં જોડાયા, બીજી તરફ કાર ચાલુ રાખી હેડ લાઈટને ફૂલ ફોકસ સાથે મારીને અજવાળું કરવામાં આવ્યું છે
08:39 PM Sep 15, 2025 IST | PARTH PANDYA
Vadodara : એક તરફ નાગરિકો અંતિમદાહમાં જોડાયા, બીજી તરફ કાર ચાલુ રાખી હેડ લાઈટને ફૂલ ફોકસ સાથે મારીને અજવાળું કરવામાં આવ્યું છે

Vadodara : વડોદરા જિલ્લામાં આવતા કરજણમાં (Vadodara - Karjan) કરૂણ ઘટના સામે આવી છે. કરજણના સૌથી મોટા સ્મશાન (Karjan - Crematory Light Issue) મનાતા કૈલાશધામમાં લાઇટની કોઇ વ્યવસ્થા નહીં હોવાના કારણે મુશ્કેલી સર્જાઇ છે. જેને પગલે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવેલા લોકોએ કારની હેડ લાઇટના અજવાળાનો (Karjan - Crematory Light Issue) સહારો લેવો પડ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. ઘટના અંગે લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને બીજી તરફ આ સમસ્યા તાત્કાલિક અને કાયમી ધોરણે દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી

વડોદરા નજીક આવેલા મોટા સ્મશાન કૈલાશ ધામ સુધી વિકાસ નહીં પહોંચ્યો હોવાની વરવી વાસ્તવિકતા વાયરલ વીડિયોનો માધ્યમથી સપાટી પર આવવા પામી છે. હાલ સોશિયલ મીડિયા વર્તુળમાં વીડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક થી વધુ ચિતાઓ પર અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કરજણનો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. આ અંતિમ ક્રિયા કરતા સમયે સ્મશાનમાં લાઇટની વ્યવસ્થા નહીં (Karjan - Crematory Light Issue) હોવાના કારણે લોકોએ કારની હેડ લાઇટના સહારે અંતિમ વિધિ કરવી પડી રહી છે. આ દ્રશ્યો જોઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

આ દ્રશ્યો શર્મજનક

આ વાયરલ વીડિયોમાં એક તરફ નાગરિકો અંતિમદાહમાં જોડાયા છે. તો બીજી તરફ કાર ચાલુ રાખીને તેની હેડ લાઈટને ફૂલ ફોકસ સાથે મારીને અજવાળું કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં આવતા કરજણ માટે આ દ્રશ્યો શર્મજનક (Karjan - Crematory Light Issue) હોવાનું લોકોનું માનવુું છે. સાથે જ આ સમસ્યાને ત્વરિત અને કાયમી ધોરણે દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે વાયરલ વીડિયો મારફતે આ ઘટના સામે આવ્યા બાદ, તંત્ર કેટલા સમયમાં કાયમી સમાધાન લાવી આપે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો ------ Vadodara : ગુજસીટોકના આરોપી અલ્પુ સિંધીને હરિયાણાથી દબોચથી વડોદરા પોલીસ

Tags :
#PeopleAngryCarHeadlightFocusCrematoryWithoutLightGujaratFirstgujaratfirstnewsVadodaraKarjan
Next Article