Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadoara : 'એસટી અમારી સલામત સવારી' કે મોતની સવારી? કરજણ ટોલનાકા પાસે ડ્રાઈવરની ઘોર બેદરકારી

વડોદરાના એક વ્યસ્ત હાઈવે પર મુસાફરોથી ખચાખચ ભરેલી બસમાં અચાનક ચીસાચીસ જેવો માહોલ સર્જાયો જ્યારે ડ્રાઈવરે એક એવો નિર્ણય લીધો જે કલ્પના બહાર હતો. કાયદાનું પાલન કરાવનારાઓની નજર સામે જ મોતની સવારી જેવો ઘાટ સર્જાયો. શું માત્ર થોડી મિનિટો બચાવવા માટે ડ્રાઈવર સેંકડો જિંદગીઓ દાવ પર લગાવી શકે? આ ભયાનક દ્રશ્યો જોઈને અન્ય વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
vadoara    એસટી અમારી સલામત સવારી  કે મોતની સવારી  કરજણ ટોલનાકા પાસે ડ્રાઈવરની ઘોર બેદરકારી
Advertisement
  • Bus Wrong Side Driving : કરજણ ટોલનાકા પાસે સર્જાયો ભયનો માહોલ!
  • મુસાફરોથી ખીચોખીચ ભરેલી ST બસ રોંગ સાઈડ પર દોડાવી
  • કરજણ ટોલનાકા પાસે ડ્રાઈવરે સર્જ્યો ગંભીર અકસ્માતનો ભય
  • ટ્રાફિક જામથી બચવા ડ્રાઈવરે કાયદાના સરેઆમ ધજાગરા ઉડાવ્યા
  • પોલીસની હાજરી હોવા છતાં બેરોકટોક રોંગ સાઈડમાં દોડી બસ

Bus Wrong Side Driving : ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી એસટી બસ (ST Bus) જ્યારે મુસાફરોની સુરક્ષાને જ નેવે મૂકી દે ત્યારે ગંભીર સવાલો ઉભા થાય છે. વડોદરા (Vadodara) ના કરજણ ટોલનાકા (Karjan Toll Plaza) પાસે આજે એસટી બસના ડ્રાઈવરે જાણે કાયદાનો ડર જ ન હોય તેમ બસને રોંગ સાઈડમાં દોડાવી મોતની સવારી જેવો ઘાટ સર્જ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

Bus Wrong Side Driving : ટ્રાફિકથી બચવા જોખમી શોર્ટકટ

પ્રાપ્ત વિગતો અનુસાર, કરજણ ટોલનાકા પાસે વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામ (Traffic Jam) ની સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે વાહનચાલકોએ પોતાની લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા રહેવાનું હોય છે, પરંતુ એસટી બસના ડ્રાઈવરે ટ્રાફિકમાંથી વહેલા નીકળવાની લાલચમાં બસને આખી રોંગ સાઈડ (Wrong Side Driving) માં નાખી દીધી હતી. મુસાફરોથી ભરેલી આ બસ જ્યારે હાઈવે પર સામેથી આવતા ટ્રાફિકની વચ્ચે ઘૂસી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

Advertisement

પોલીસની હાજરીમાં કાયદાના ધજાગરા

આશ્ચર્યની વાત તો એ છે કે, ટોલનાકા જેવી સંવેદનશીલ અને વ્યસ્ત જગ્યાએ પોલીસ (Police) તૈનાત હોવા છતાં એસટી બસના ડ્રાઈવરે આ સાહસ કર્યું હતું. રોંગ સાઈડથી આવતી બસને જોઈને સામેથી આવતા નાના વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારની ડ્રાઈવિંગથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત તેવો રોષ વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.

ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ

'એસટી અમારી સલામત સવારી' ના સૂત્રને લાંછન લગાડતી આ ઘટના વડોદરામાં બનતા મુસાફરોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને મુસાફરો હવે માગ કરી રહ્યા છે કે, જે ડ્રાઈવરે સેંકડો લોકોના જીવ જોખમમાં મૂક્યા છે તેની સામે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા કડક પગલાં લેવામાં આવે. ટ્રાફિક નિયમો (Traffic Rules) નું સરેઆમ ઉલ્લંઘન કરનાર ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવા સુધીની પણ માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Vadodara માં સ્ટાર્ટઅપ ક્રાંતિ: સિગ્મા યુનિવર્સિટી અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ

Tags :
Advertisement

.

×