Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara: ખાખીને લાગ્યો કટકીનો ‘કલંક’?, વડોદરાના PSI રૂપિયા લેતા હોવાનો વીડિયો વાયરલ!

નાગરિકોની રક્ષા કરતા પોલીસ અધિકારીઓ જ લાંચ-રૂશ્વત લેતા થઈ ગયા છે. એકવાર ફરી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે, પોલીસ અધિકારી ખુદ રૂપિયા લાંચ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
vadodara  ખાખીને લાગ્યો કટકીનો ‘કલંક’   વડોદરાના psi રૂપિયા લેતા હોવાનો વીડિયો વાયરલ
Advertisement
  • Vadodara: વડોદરા પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં
  • રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલિન PSIનો વીડિયો વાયરલ
  • મારામારીના કેસમાં 40 હજાર રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ
  • PSI 20 હજાર લેતા હોવાનો વાયરલ વીડિયોમાં કરાયો દાવો

Vadodara: 'સેવા, સુરક્ષા અને શાંતિ'નું સૂત્ર ધરાવતી ગુજરાત પોલીસ (Gujarat Police) ફરી એકવાર વિવાદ (Controversy) માં આવી છે. વડોદરાના એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ મામલે શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે.

Vadodara_POLICE 02_GUJARAT_FIRST

Advertisement

Vadodara: શું છે સમગ્ર મામલો?

વડોદરાની રિફાઇનરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલિન PSI એન.એન.ઝવેરી પર લાંચ લેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મુસ્તુફા ઉર્ફે ઈનાયત ઈબ્રાહિમ ખટકી નામના વ્યક્તિએ પીએસઆઈ પર લાંચ લેવાના આરોપ સાથે એક વીડિયો વાયરલ કર્યો છે.

Advertisement

ઈબ્રાહિમ ખટકીનો આક્ષેપ છે કે, જાન્યુઆરી 2025માં ઈનાયત ખટકી અને અકબર નામના શખ્સ વચ્ચે મારામારી (Fight) થઈ હતી. આ કેસમાં પતાવટ કરવા માટે તત્કાલિન PSI એન.એન.ઝવેરી (PSI N.N.Zaveri) એ 40 હજાર રૂપિયાની માગણી કરી હતી.

Vadodara: રૂપિયા લેતા PSIનો વીડિયો વાયરલ

ઈબ્રાહિમ ખટકીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જોવા મળે છે કે, પીએસઆઈ ઝવેરી કથિત રીતે 20 હજાર રૂપિયા (20 thousand rupees) સ્વીકાર કરી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયો આશરે એક વર્ષ જૂનો હોવાની પણ ચર્ચા છે. જે ઈનાયત ખટકીએ પાસા (PASA) હેઠળની જેલમાંથી મુક્ત થયા બાદ વાયરલ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Vadodara: પોલીસ વિભાગની કાર્યવાહી

પીએસઆઈ લાંચ લેતા હોવાનો કથિત વીડિયો વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનરે આ મામલે તટસ્થ તપાસ માટે DCP (ઝોન-1) ને જવાબદારી સોંપી છે.

નોંધનીય છે કે, PSI ઝવેરીની અગાઉ જવાહરનગર (Jawaharnagar) થી પાણીગેટ અને હાલમાં ટ્રાફિક શાખા (Traffic Branch) માં બદલી થઈ ચૂકી છે.

વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે કાયદાના રક્ષકો જ આ પ્રકારે શંકાના ઘેરામાં આવે છે, ત્યારે સામાન્ય જનતાનો પોલીસ પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. તેવામાં મોટો પ્રશ્નાર્થ એ છે કે, શું કડક તપાસ બાદ PSI સામે પગલાં લેવાશે?

ખાસ નોંધ: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) નથી કરતું.

આ પણ વાંચો---

આ પણ વાંચો---

Tags :
Advertisement

.

×