Vadodara News: અપહરણ અને લૂંટના ભાગેડુ આરોપીનું મોત, જાણો એકાએક શું થયું?
વડોદરામાં સન ફાર્મા રોડ પર યુવકનું અપહરણ કરી, તેને માર મારી અને નગ્ન વીડિયો બનાવી લૂંટ કરનાર મુખ્ય આરોપી આકાશ થાપાનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસ ધરપકડથી બચવા તે લાંબા સમયથી ફરાર હતો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સાથે જ ચકચારી કેસમાં સામેલ એક ફરાર આરોપીના પ્રકરણનો અંત આવ્યો છે.
Advertisement
Vadodara Accused Death: શહેરમાં ચકચારી બનેલા અપહરણ અને લૂંટના ગંભીર કેસમાં પોલીસને લાંબા સમયથી થાપ આપી રહેલા એક ફરાર આરોપીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. આ ઘટનામાં મૃતક આરોપી આકાશ થાપા હોવાનું સામે આવ્યું છે. કાયદાકીય પકડથી બચવા માટે તે સતત ભાગી રહ્યો હતો.

