ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : વાઇરલ Video માં BJP નેતા સાથે દેખાયો મુખ્ય આરોપી! રાજકારણમાં ગરમાવો

સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે.
06:33 PM Sep 02, 2025 IST | Vipul Sen
સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે.
Vadodara_Gujarat_first
  1. Vadodara માં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનાં વિવાદમાં નવો ટ્વીસ્ટ!
  2. મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ઘરોબો હોવાનો દાવો
  3. વાઇરલ વીડિયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયોનો દાવો
  4. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મુખ્ય આરોપી જૂનેદનો વીડિયો વાઇરલ!

Vadodara : વડોદરામાં ગણેશોત્સવ (Ganesh Chaturthi) પૂર્વે પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડાં ફેંકનારાઓની પોલીસે ધરપકડ કરી સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. આ વિવાદમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ઘરોબો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયો કે તેના દાવા અંગે પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Vadodara : શ્રીજીની મૂર્તિ પર ઈંડુ ફેંકવા મામલે સાદિકા સિંધીની ધરપકડ, સત્તાપક્ષ જોડે ઘરોબાની ચર્ચા

BJP નેતા સાથે મુખ્ય આરોપી જુનેદનો વીડિયો વાઇરલ થયાનો દાવો

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના વિવાદમાં હવે મોટો ટ્વીસ્ટ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં મુખ્ય આરોપી જુનેદ સિંધી ભાજપનાં નેતા સાથે દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. આરોપી જુનેદ સિંધી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે વીડિયોમાં નજરે પડી રહ્યો હોવાનો કેટલાક લોકો દ્વારા દાવો થઈ રહ્યો છે. ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાને હાર પહેરાવતો હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. આરોપી જુનેદના માતા પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Kutch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાંહેધરી બાદ મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા

Vadodara પોલીસે જુનેદ સહિત 10 આરોપીની ધરપકડ કરી

જણાવી દઈએ કે, પોલીસે આરોપી જુનેદ સહિત 10 આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગના મહત્ત્વનાં ગણાતા ત્રણ શખ્સને પોલીસે રાજસ્થાનનાં અજમેરથી દબોચ્યા હતા. આરોપી જુનેદ, સમીર અને અસનને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી વડોદરા લાવવામાં આવ્યા હતા. ભાજપનાં નેતાઓ સાથે આરોપીનો કથિત વીડિયો વાઇરલ થતાં વડોદરાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયો કે તેના દાવા અંગે પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Vadodara : શ્રીજી પર ઈંડુ ફેંકનાર ગ્રુપના સાગરીતોની ચાલ ડગમગી, હાથ જોડ્યા

Tags :
BJPganesh chaturthi 2025GUJARAT FIRST NEWSJunaid SindhiMLA Shailesh SottaMP Ranjanben BhattPanigate IncidentTop Gujarati NewsVadodaravadodara policeviral video
Next Article