Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: ઘરમાં કોઈ નહોતું ત્યારે આતિશે ગળામાં ફાંસો નાખ્યો, કાકાએ જોયો લટકતો મૃતદેહ!

Vadodara: વડોદરા શહેરના મકરપુરા (Makarpura) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જશોદા કોલોનીમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
vadodara  ઘરમાં કોઈ નહોતું ત્યારે આતિશે ગળામાં ફાંસો નાખ્યો  કાકાએ જોયો લટકતો મૃતદેહ
Advertisement
  • Vadodara ના મકરપુરા વિસ્તારમાં સગીર બાળકે આત્મહત્યા કરી
  • જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય કિશોરે જીવન ટૂંકાવ્યું
  • આતિશ ચૌધરી નામના યુવકે ગળે ફાંસો ખાધો
  • ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
  • ઘરમાં એકલા હોવાના સમયે સગીરે પગલું ભર્યું

Vadodara: વડોદરા શહેરના મકરપુરા (Makarpura) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જશોદા કોલોનીમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશાસ્પદ યુવકના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વડોદરા (Vadodara) માં ધો. 12 ના વિદ્યાર્થીનો આપઘાત

મળતી માહિતી મુજબ, મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય આતિશ વિરેન્દ્ર ચૌધરીએ (Atish Virendra Chaudhary) પોતાના ઘરે ગળે ફાંસો (Hanging) ખાઈને આપઘાત કર્યો છે. આતિશે તાજેતરમાં જ 11મું ધોરણ પાસ કર્યું હતું અને તે હવે 12માં ધોરણમાં (12th Grade) અભ્યાસ કરી રહ્યો હતો. ઘટના સમયે આતિશ ઘરના ઉપરના રૂમમાં એકલો હતો, જેનો લાભ લઈને તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

Advertisement

કાકાએ જોયો લટકતો મૃતદેહ

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આતિશના કાકા ઘરે આવ્યા અને રૂમમાં તપાસ કરી. ભત્રીજાને લટકતી હાલતમાં જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક આસપાસના રહીશોને જાણ કરી હતી, જેના પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

ઘટના અંગે મકરપુરા પોલીસને (Makarpura Police) જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોટમ (Post-mortem) માટે હોસ્પિટલ ખસેડ્યો છે. કિશોરે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો (Accidental Death) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Junagadh: બાંટવા પ્રમુખ હુમલા કેસમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ, શું ખુલાસો થયો?

Advertisement

.

×