Vadodara: ગટરના મેનહોલે યુવકનો જીવ લીધા બાદ કમિશનરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
- Vadodara મનપાના પાપે નિવૃત્ત DySPના પુત્રનો ગયો જીવ!
- માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજના મેનહોલમાં યુવક પડ્યો હતો
- પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા જતા યુવક સાથે બની હતી ઘટના
- વડોદરામાં ગટરમાં યુવક પડતા મોતને લઈને કમિશનરનું નિવેદન
Vadodara: 'સંસ્કારી નગરી' વડોદરામાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના પાપે માંજલપુર વિસ્તાર (Manjalpur area) માં એક યુવાનનું મોત નીપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નિવૃત્ત DySP ના પુત્રનું ગટરના ખુલ્લા મેનહોલમાં પડવાથી મોત થતા પાલિકાના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ (Arun Mahesh Babu) એ મોટું નિવેદન આપ્યું છે.
ડ્રેનેજ લાઇનનું એક મેનહોલ ખુલ્લું હતું
મળતી માહિતી મુજબ, નિવૃત્ત DySP ના 43 વર્ષિય પુત્ર વિપુલસિંહ ઝાલા (Vipulsingh Zala) માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આવેલી પાણીની ટાંકી નજીક નાસ્તો કરવા માટે ગયા હતા. રાત્રિના અંધારામાં ત્યાં ડ્રેનેજ લાઇનનું એક મેનહોલ ખુલ્લું હતું, જેની આસપાસ કોઈ પણ પ્રકારનું સેફ્ટી બેરિકેટિંગ કે ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું નહોતું. અજાણતામાં વિપુલસિંહ આ ઊંડા ગટરના મેનહોલમાં ખાબક્યા હતા.
Vadodara માં મનપાના પાપે લેવાયો વધુ એકનો જીવ! । Gujarat First
વડોદરામાં મનપાના પાપે નિવૃત્ત DySPના પુત્રનો ગયો જીવ!
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજના મેનહોલમાં યુવક પડ્યો
પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા જતા યુવક સાથે બની ઘટના
વિપુલસિંહ ઝાલાના મોતથી પરિવારમાં શોકનો… pic.twitter.com/TPAAx9ataQ— Gujarat First (@GujaratFirst) December 27, 2025
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મેનહોલમાંથી વિપુલસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એક યુવાનના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે.
આ પણ વાંચોઃ Vadodara: વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવેઃ બરોડા ડેરી ચેરમેન દિનેશ પટેલ
Vadodara કમિશનરનું નિવેદન
આ ઘટના બાદ લોકરોષ ફાટી નીકળતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આખરે મૌન તોડ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ઘટના સમયે સ્થળ પર સેફ્ટી બેરિકેટિંગનો અભાવ હતો, જે સીધી રીતે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી દર્શાવે છે. કમિશનરે જણાવ્યું કે, "આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, જે અધિકારીનું ત્યાં સુપરવિઝન હતું તેમની સામે પણ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે."
ક્યાં સુધી નિર્દોષોના ભોગ લેવાશે?
આ ઘટનાએ વડોદરા મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે. વડોદરાની જનતા હવે પૂછી રહી છે કે જાહેર સ્થળે ડ્રેનેજ મેનહોલ ખુલ્લો કેમ રાખવામાં આવ્યો?, કામ ચાલુ હોય તો સેફ્ટી કવર કે વોર્નિંગ સાઇન કેમ નહોતું?, શું માત્ર કોન્ટ્રાક્ટર પર દોષનો ટોપલો ઢોળીને ઉચ્ચ અધિકારીઓ બચી જશે?, એક યુવાનના મોત પછી શું હવે મનપાની આંખો ખુલશે?
આ પણ વાંચોઃ Surat: બિલ્ડિંગ પરથી યુવકે પડતું મૂકતાં નીચે ઉભેલા વાહનમાં પછડાયો, પછી..!


