Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: "મને દગો મળ્યો..." લિવ-ઈન પાર્ટનર સાથે ડખો થતાં યુવકે કર્યું આપઘાતનું નાટક, પછી..!

વડોદરાન માંજલપુરમાં લિવ-ઈન પાર્ટનર સાથેના વિખવાદને કારણે આકાશ નામના યુવાને માતૃકા રેસિડેન્સીની અગાશી પર ચઢી આપઘાતનું નાટક કર્યું હતું. ત્રણ કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડની (Fire Brigade) 3 ટીમો અને પોલીસે બે કલાકની સમજાવટ બાદ યુવાનને સુરક્ષિત બચાવી લીધો હતો.
vadodara   મને દગો મળ્યો     લિવ ઈન પાર્ટનર સાથે ડખો થતાં યુવકે કર્યું આપઘાતનું નાટક  પછી
Advertisement
  • Vadodara ના માંજલપુરમાં યુવાને આપઘાતનું કર્યું નાટક!
  • માતૃકા રેસિડેન્સીના ટેરેસ પર યુવાને મચાવ્યો હોબાળો
  • લીવ-ઈનમાં રહેતી મહિલા મિત્ર સાથે થયો અણબનાવ

Vadodara: વડોદરા શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં આજે એક યુવાને અંગત અણબનાવને કારણે આપઘાતનું નાટક કર્યું હતુ. માંજલપુર (Manjalpur) સ્થિત માતૃકા રેસિડેન્સીના (Matruka Residency) ટેરેસ પર આકાશ (Akash) નામના યુવાને ચઢી જઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે યુવકને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.

Vadodara: લિવ-ઈન પાર્ટનર સાથે બબાલ

પ્રાપ્ત વિગતો અનુસાર આકાશ નામનો આ યુવાન એક મહિલા મિત્ર સાથે લિવ-ઈન (Live-in) રિલેશનશિપમાં રહેતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલતો હતો. યુવાનનું રટણ હતું કે તેની મહિલા મિત્રએ તેને દગો આપ્યો છે. આ માનસિક તણાવ અને ગુસ્સામાં આવીને તે માતૃકા રેસિડેન્સીના બિલ્ડિંગના ટેરેસ પર પહોંચી ગયો હતો અને પેરાફીટ  પર બેસી નીચે કૂદી જવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.

Advertisement

Advertisement

Vadodara: ફાયર બ્રિગેડે બચાવ્યો જીવ

યુવાનના આ આત્મઘાતી પગલાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે તંત્ર એક્શનમાં આવ્યું હતું. કુલ 3 ફાયર સ્ટેશનની (Fire Station) ટીમો રેસ્ક્યુ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. સાવચેતીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ યુવાનને સમજાવવા અને સુરક્ષિત નીચે ઉતારવા માટે જહેમત શરૂ કરી હતી. બિલ્ડિંગ નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવામાં આવી હતી.

Vadodara_manjalpur sucide attempt_GujaratFirst 3

ભારે જહેમત બાદ રેસ્ક્યુ

કલાકો સુધી સમજાવટનો દોર ચાલ્યો હતો. શરૂઆતમાં યુવાન કોઈની વાત માનવા તૈયાર નહોતો, પરંતુ અંતે ફાયર વિભાગ અને પોલીસની (Police) સમજાવટ કામ કરી ગઈ હતી. ટીમે અત્યંત સાવચેતીપૂર્વક યુવાનને પેરાફીટ પરથી પકડી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. માંજલપુર પોલીસે (Manjalpur Police) યુવાનનો કબજો મેળવીને તેને વધુ પૂછપરછ અને તપાસ માટે પોલીસ સ્ટેશન ખસેડ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar: લોકડાઉનની અફવાઓ વચ્ચે DyCM હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ખોટી અફવાઓ ફેલાવી તો..!

Tags :
Advertisement

.

×