Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : મનપાના નવા મેયર કોણ બનશે ? SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી બન્યા

Vadodara કોર્પોરેશનની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે હવે મેયર પદ પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે અને વડોદરામાં SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી બન્યા છે, ત્યારે વોર્ડ 8માંથી અજય ડાભી, વોર્ડ 12માંથી સમીર વાઘેલા, વોર્ડ 18માંથી ચેતન પરમારની જીત થઈ છે. ત્યારે મેયરને લઈ સૌ કોઈમાં ઉત્સાહ છે ત્યારે ભાજપ પક્ષ કોને મેયરનો તાજ પહેરાવે છે તે જોવાનું રહ્યું.
vadodara   મનપાના નવા મેયર કોણ બનશે   sc અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી બન્યા
Advertisement
  • Vadodara મનપામાં SC કેટેગરીના કોર્પોરેટર બનશે નવા મેયર
  • વડોદરામાં SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી
  • વોર્ડ 8માંથી અજય ડાભી બન્યા છે વિજેતા
  • વોર્ડ 12માંથી સમીર વાઘેલા, વોર્ડ 18માંથી ચેતન પરમારની જીત
  • SC કેટેગરીના ત્રણેય કોર્પોરેટર મેયર પદ માટે પ્રબળ દાવેદાર

Vadodara : વડોદરા મહાનગરપાલિકાના (corporation) પરિણામો (election) ભાજપની (bjp) તરફેણમાં આવ્યા છે. 76 પૈકી 69 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, તો નવી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે અને કોને પદ મળશે તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે. સમીર વાઘેલા RSSના પૂર્વ સંઘચાલકના નજીકના ગણાય છે તો અજય ડાભી પ્રદેશ ભાજપ SC મોરચામાં મંત્રી છે તો ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના ખાસ ગણાય છે.

SC પુરુષ અનામતમાં ત્રણના નામો ચર્ચામાં

મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે, જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે એસસી પુરુષ મેયર બનશે. હાલમાં જીતેલા સભ્યોમાં આ પદ માટે 3 ઉમેદવારો બંધ બેસે છે, જેમાં સૌથી પહેલું નામ વોર્ડ 12માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. તો અન્ય કોર્પોરેટરોના નામ પણ ચર્ચામાં ચાલી રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, શહેરના વિકાસની કમાન કોને સોંપવામાં આવે છે, વડોદરા શહેરમાં અગાઉ પિન્કી સોની મેયર પદ પર હતા.

Advertisement

જાણો કોણ છે સમીર વાઘેલા

સમીર વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ પૂર્વ સંઘચાલકના નજીકના વ્યકિત ગણવામાં આવે છે અને તેઓ 15 વર્ષ અગાઉ શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા, તો ભાજપે જયારે સમીર વાઘેલાને કોર્પોરેટરની ટિકિટ આપી તે વખતથી લોકોના મુખે એવી ચર્ચા છે કે તેઓ મેયર પદના દાવેદાર છે.

Advertisement

જાણો કોણ છે અજય ડાભી

અજય ડાભીની વાત કરવામાં આવે તો તેઓ વોર્ડ નંબર 8માંથી જીતેલા છે અને વોર્ડ નંબર 8માં સૌથી વધુ મેળવીને તેઓ જીત્યા હતા, અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મંત્રી તરીકે અને અગાઉ શહેર એસસી મોરચામાં પ્રમુખ રહી ચુક્યા છે.

જાણો કોણ છે ચેતન પરમાર

ચેતન પરમારની વાત કરવામાં આવે તો ચેતન પરમાર એ પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત માનવામાં આવે છે.તેઓ વોર્ડ 18માંથી ચૂંટણી જીત્યા છે.વોર્ડ 18માં તેઓ સૌથી વધુ મતથી જીત્યા છે.

આ પણ વાંચો : વડોદરા માટે DyCM હર્ષભાઈ સંઘવીએ કરોડોના વિકાસકામો અને AI સુરક્ષા કવચની આપી મોટી ભેટ

Tags :
Advertisement

.

×