Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થતા ચકચાર, છેલ્લું લોકેશન ક્યાં મળ્યું?

વડોદરાની બરોડા મેડિકલ કોલેજનો બનાસકાંઠાનો વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રહસ્યમય રીતે ગુમ થયો છે. સીસીટીવી ફૂટેજમાં તે કેમ્પસ બહાર જતો દેખાયો છે અને છેલ્લે ઓનલાઈન નાણાકીય વ્યવહાર પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો વડોદરા પહોંચતા રાવપુરા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક વિગતોના આધારે શોધખોળ તેજ કરી છે. મિત્રોની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વિદ્યાર્થીને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
vadodara  મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થતા ચકચાર  છેલ્લું લોકેશન ક્યાં મળ્યું
Advertisement
  • Vadodara માં બરોડા મેડિકલ કોલેજનો વિદ્યાર્થી થયો લાપતા
  • હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ વિદ્યાર્થીના મોબાઈલ લોકેશન ટ્રેસ
  • બનાસકાંઠાના વિદ્યાર્થીએ છેલ્લે કર્યું ઓનલાઈન આર્થિક ટ્રાન્ઝેક્શન

Vadodara: વડોદરાની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને મૂળ બનાસકાંઠાનો વતની તબીબી વિદ્યાર્થી પોતાની હોસ્ટેલ (Hostel) થી નીકળ્યા બાદ રહસ્યમય રીતે લાપતા (Missing) થયો છે. હોસ્ટેલના રૂમમાંથી બહાર નીકળ્યા બાદ તેનો કોઈ પત્તો ન લાગતા મિત્રોએ તપાસ શરૂ કરી હતી, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. બનાવની જાણ થતાં જ તેના પરિવારજનો બનાસકાંઠાથી તાત્કાલિક વડોદરા દોડી આવ્યા છે. વિદ્યાર્થીના મોબાઈલ લોકેશન (Mobile Location) ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે, જેથી તે કઈ દિશામાં ગયો છે તેની ચોક્કસ માહિતી મળી શકે.

સીસીટીવી ફૂટેજ અને આર્થિક વ્યવહારો પર પોલીસની બાજ નજર

પોલીસ તપાસમાં અત્યાર સુધી મહત્વના પુરાવા સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થી હોસ્પિટલ કેમ્પસના સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થયેલો જોવા મળ્યો છે. ફૂટેજમાં તે કેમ્પસની બહાર નીકળતો સ્પષ્ટ દેખાય છે. વધુમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગુમ થતા પહેલા વિદ્યાર્થીએ છેલ્લે 1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા બાદ મોબાઈલ બંધ થઈ ગયો છે. રાવપુરા પોલીસ સ્ટેશન (Raopura Police Station) ના અધિકારીઓએ આ બેંક ડિટેઇલ્સ (Bank Details) ના આધારે તે નાણાં ક્યાં અને કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જે આ કેસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે.

Advertisement

મિત્રોના નિવેદનો લેવાનું શરુ

ઘટનાની ગંભીરતાને જોતા રાવપુરા પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીના મિત્રો (Friends) અને રૂમમેટના નિવેદનો (Statements) લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક દબાણ હેઠળ હતો કે કેમ, તે જાણવા પોલીસ તેના અંગત સંપર્કોની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કોલ ડિટેઇલ્સ રેકોર્ડ્સ (Call Detail Records) ની પણ તપાસ કરવામાં આવી રહી  છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો રેલવે સ્ટેશન અને બસ ડેપો જેવા જાહેર સ્થળો પર પણ તપાસ કરી રહી છે જેથી આશાસ્પદ યુવાનનો વહેલી તકે પત્તો લગાવી શકાય.

Advertisement

આ પણ વાંચોઃ Kutch: માત્ર 99 દિવસમાં ખેલ ખતમ! સગીરા ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×