Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ, મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ!

આ મામલે ધારાસભ્યે બરોડા ડેરીનાં MD, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ પત્ર લખીને તપાસ, કાર્યવાહી કરવા માગ કરી છે.
vadodara   mla કેતન ઇનામદારના પત્રથી હડકંપ  મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ
Advertisement
  1. Vadodara નાં સાવલીનાં MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ
  2. ડેસર તાલુકાનાં મેરાકુવા દૂધ મંડળીમાં નાણાંકીય કૌભાંડનો આરોપ
  3. મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ
  4. એક સરખા સમયે એકસરખી રકમ જમા અને ઉપાડ થયાનો આરોપ
  5. બરોડા ડેરીના MD, CM, સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ લખ્યો પત્ર

વડોદરાનાં (Vadodara) સાવલીનાં MLA કેતન ઇનામદારના (MLA Ketan Inamdar) પત્રથી હડકંપ મચી જવા પામ્યો છે. ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાંકીય કૌભાંડનો ધારાસભ્ય પત્ર લખી આરોપ લગાવ્યો છે. મૃતક સભાસદોનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનાં કૌભાંડ અંગેની માહિતી પત્ર થકી ધારાસભ્યે બરોડા ડેરીનાં MD, CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ આપી છે. આ મામલે કડક અને ત્વરિત કાર્યવાહી કરવા ધારાસભ્યે માગ કરી છે.

આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?

Advertisement

Advertisement

મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ!

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદારાનાં (Vadodara) સાવલીના MLA કેતન ઇનામદારનાં એક પત્રથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ધારાસભ્ય કેતન ઇમાનદારનાં (MLA Ketan Inamdar) આ પત્રમાં ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાંકીય કૌભાંડનો આરોપ થયો છે. મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ અંગે તેમણે માહિતી આપી છે. આરોપ મુજબ, ભૂરીબેન પરમાર, કાલુભાઈ પરમાર, ઉદાભાઈ ચૌહાણ, અનુપભાઈ પરમાર અને ભીખાભાઇ પરમાર ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં સભાસદ હતા. જો કે, તમામનાં મૃત્યુ પછી પણ તેમનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Vadodara : છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ ભાજપ નેતા દિલીપ ગોહિલની દુબઈથી ધરપકડ, જાણો શું છે મામલો?

એક સરખા સમયે, એકસરખી રકમ જમા અને ઉપાડ થયાનો ઘટસ્ફોટ

આરોપ અનુસાર, મૃતક સભાસદોની પાસબુકની તપાસમાં લાખો રૂપિયાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સરખા સમયે, એકસરખી રકમ જમા અને ઉપાડ થયાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારાસભ્યે બરોડા ડેરીનાં MD, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ પત્ર લખીને તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકનાં ચેરમેન રાજુભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડેરીએ ચેરમેન અને મંત્રીને એકાઉન્ટ હેન્ડલ કરવાની સત્તા આપી છે. ચેરમેન, મંત્રી અને ઓપરેટરે ગોલમાલ કરી હોવાની શક્યતા છે. આખો મામલો તપાસનો વિષય છે, તેમાં જે હશે તે બહાર આવશે.

આ પણ વાંચો - Surat : પાંડેસરાની હોટેલમાં મહિલા TRB જવાને ગળેફાંસો ખાદ્યો! પરિવારનો ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×