Vadodara: MS યુનિ.ની વિદ્યાર્થિની હિબકે ભરાઈ, વીડિયોમાં કહ્યું 'મે દેશદ્રોહ નથી કર્યો, ડાન્સ કર્યો છે'
- Vadodara ના MS યુનિ.માં વિદ્યાર્થિની ડાન્સ મામલો
- સમગ્ર મુદ્દે વિદ્યાર્થિનીએ આપ્યું નિવેદન
- મેં કોઇ બિભત્સ ડાન્સ કર્યો નથી: વિદ્યાર્થિની
Vadodara Viral Video: સંસ્કારી નગરી (Cultural City) તરીકે ઓળખાતા વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. એક વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયા બાદ હોબાળો મચી ગયો છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા આ વીડિયોને અશ્લીલ (Obscene) ગણાવીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. NSUI ના કાર્યકરોનું કહેવું છે કે શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. જોકે બીજી તરફ ડાન્સ કરનાર યુવતીએ રડતાં રડતાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
વિદ્યાર્થિનીનો પક્ષ અને સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ (Controversy) વકરતા આખરે વિદ્યાર્થિનીએ રડતાં રડતાં સમગ્ર ડાન્સના વિવાદનો ખુલાસો કર્યો હતો. એમએસ યુનિવર્સિટી કલ્ચર પ્રોગ્રામના વીડિયોએ અંગે યુવતીએ જણાવ્યું કે "મેં કોઈ બિભત્સ ડાન્સ કર્યો નથી. મેં મર્યાદામાં રહીને સાડી પહેરીને ડાન્સ કર્યો છે." તેણે વધુમાં ઉમેર્યું કે તેના ડાન્સને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. યુવતીએ ભાવુક થઈને કહ્યું કે, "મેં કોઈ દેશદ્રોહ (Treason) નથી કર્યો, માત્ર ડાન્સ જ કર્યો છે. મેં સાડી પહેરી હતી કંઈ ખોટું ન હતુ. હા માનું છે કે ગીતની પસંદગી ખોટી હતી, જેથી હું માફી માગુ છું. તમે વિચારો મારી માનસિક સ્થિત શું થતી હશે." વિદ્યાર્થિનીએ પોતાની ગરિમા (Dignity) જાળવવા અપીલ કરી છે.
Vadodara ની MS University માં ડાન્સ પર ઘમાસાણ: NSUI ના આક્ષેપો પર વિદ્યાર્થિનીનો વળતો જવાબ: "મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો"
"મારું સોંગ સિલેક્શન ખોટું હતું, પણ મેં કોઈ અશ્લીલતા નથી ફેલાવી"#Vadodara #MSU #ABVP #NSUI #DanceControversy #GujaratPolitics #NishantRaval #GujaratFirst… pic.twitter.com/hSivh1JAiy— Gujarat First (@GujaratFirst) April 13, 2026
રાજકીય પ્રતિક્રિયા અને શિક્ષણ જગતમાં ગરમાવો
આ મુદ્દે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) પણ મેદાને આવી છે. કોંગ્રેસના પ્રવક્તા (Spokesperson) નિશાંત રાવલે આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા (Educational Institution) એ જ્ઞાનનું મંદિર છે અને ત્યાં આવા પ્રકારના નૃત્ય કે પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. આ ઘટનાને પગલે યુનિવર્સિટીના શિસ્ત સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. હાલમાં આ મુદ્દો વિદ્યાર્થી સંગઠનો વચ્ચેના ગજગ્રાહમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે કેમ્પસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Kheda: પતિએ ક્રૂરતાની હદ વટાવી, પત્નીને લોખંડનો દસ્તો મારી માથું ફાડ્યું, સારવાર દરમિયાન શ્વાસ છોડ્યા


