"સોરી મમ્મી-પપ્પા, હું તમારા સપના પૂરા ના કરી શક્યો" Vadodara MSU ના વિદ્યાર્થીનો આપઘાત પહેલાનો Video Viral
- Vadodara ની MS યુનિ.ના વિદ્યાર્થીનો આપઘાત
- એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
- આપઘાત પહેલા વિદ્યાર્થીએ બનાવ્યો ભાવુક વિડિયો
- બહેનને મેસેજ કર્યા બાદ લીધું અંતિમ પગલું
Vadodara: વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ કરુણ ઘટના પાછળનું મુખ્ય કારણ પરીક્ષાનું ટેન્શન (Study Stress) હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં આવેલા પરિણામમાં વિદ્યાર્થીને બે વિષયમાં એટીકેટી (ATKT) એટલે કે તે નાપાસ થયો હતો. આ નિષ્ફળતા તે સહન કરી શક્યો નહોતો.
Vadodara ની MS યુનિ.ના વિદ્યાર્થીનો આપઘાત
વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના ઘરના ત્રીજા માળે જઈ ગળે ફાંસો ખાધો હતો. તે પહેલા તેણે પોતાની બહેનને મેસેજ કર્યો હતો અને એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં તેણે રડતા રડતા જણાવ્યું હતું કે, "સોરી મમ્મી-પપ્પા, હું તમારા સપના પૂરા કરી શક્યો નથી. મારું રિઝલ્ટ આવ્યું છે અને હું બે વિષયમાં ફેઈલ થયો છું. આપણે ઉજ્જવળ ભવિષ્યના ઘણા સપના જોયા હતા, પણ હવે મારાથી ભણાતું નથી."
પોતાના વહાલસોયા પુત્રને ગુમાવતા પરિવારમાં માતમ
પોતાના માતા-પિતાની માફી માંગતા આ વિદ્યાર્થીના વીડિયોએ સમગ્ર વડોદરાને હચમચાવી દીધું છે. પરિવારે પોતાના વહાલસોયા પુત્રને ગુમાવતા ઘરમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: "સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા", DyCM Harshbhai Sanghavi નું મોટું નિવેદન


