Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara : MSU માં જાહેરમાં 'પટ્ટાવાળી' થઇ, વિદ્યાર્થીઓમાં દહેશત

યુનિ. કેમ્પસમાં કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરીટી મુકવામાં આવી છે. જો કે, આ સિક્યોરીટી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવની સાબિતી આપતા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વખતે વર્ષની શરૂઆતમાં જ આ કિસ્સો સામે આવ્યો છે. હવે આવી ઘટના ફરી કેમ્પસમાં ના સર્જાય તે માટે યુનિ. તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
vadodara   msu માં જાહેરમાં  પટ્ટાવાળી  થઇ  વિદ્યાર્થીઓમાં દહેશત
Advertisement
  • વડોદરા ની એમએસ યુનિમાં મારામારી ની ઘટના
  • Msu કેમ્પસમાં આર્ટસ ફેકલ્ટી પાસેનો બનાવ
  • વિધાર્થી સાથે બેલ્ટ વડે કરી મારામારી
  • મારામારી નો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • સિક્યુરિટીની હાજરી હોવા છતાં મારામારીની ઘટનાથી ઉઠ્યા સવાલો

Vadodara : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જાહેરમાં આજે પટ્ટાવાળી થઇ હોવાની ઘટના સામે આવી છે. આર્ટસ ફેકલ્ટીના કેન્ટીન પાસે બે યુવકોએ એકબીજા પર પટ્ટા વરસાવ્યા હતા. જેને પગલે યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. એકબીજા પર પટ્ટાવડે મારામારી વખતે અન્યએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઇનું પણ સાંભળ્યા વગર, બંને એકબીજા પર હુમલો ચાલુ રાખ્યો હતો. આ ઘટનાના કારણે યુનિ.ની સિક્યોરીટી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

Advertisement

સુરક્ષામાં ગંભીર બેદરકારી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક સમયે માત્ર તેના ભણતર માટે જાણીતી હતી. જો કે, હવે સમય જતા ભણતર માટે ઓછું અને વિવાદ માટે વધારે યુનિ. ચર્ચામાં આવે છે. હાલમાં યુનિ. કેમ્પસમાં સુરક્ષાની ગંભીર બેદરકારી છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આર્ટસ ફેકલ્ટીના કેન્ટીન પાસેનો હોવાનું અનુમાન છે. આ વીડિયોમાં એક યુવક બીજા યુવક ઘસી આવીને પટ્ટા વરસાવવાનું શરૂ કરે છે.

Advertisement

બંનેમાંથી કોઇ સમજતું નથી

બાદમાં બીજો યુવક પણ પોતાનો પટ્ટો કાઢે છે, અને તેના પર વરસાવવાનું શરૂ કરી દે છે. દરમિયાન નજીકમાં ઉભેલા છાત્રો આમ નહીં કરવા માટે સમજાવે છે, પરંતુ બંનેમાંથી કોઇ પણ સમજતું નથી, અને દહેશતગર્દી ચાલુ રાખે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

અનેક વખત રજુઆતો કરવામાં આવી

અત્રે નોંધનીય છે કે, યુનિ. કેમ્પસમાં કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરીટી મુકવામાં આવી છે. જો કે, આ સિક્યોરીટી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવની સાબિતી આપતા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વખતે વર્ષની શરૂઆતમાં જ આ કિસ્સો સામે આવ્યો છે. હવે આવી ઘટના ફરી કેમ્પસમાં ના સર્જાય તે માટે યુનિ. તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. અગાઉ કેમ્પસમાં સિક્યોરીટી દૂરસ્ત કરવા માટે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે, છતાં યુનિ. તંત્ર કોઇ નક્કર પગલાં ભરવામાં હજી સુધી નિષ્ફળ રહ્યું છે.

આ પણ વાંચો -------  Vav-Tharad: મહિલા PI એ ઈન્સ્ટાગ્રામ પર મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ!, પછી પકડ્યો દુષ્કર્મના આરોપીને!

Tags :
Advertisement

.

×