Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara murder case: વડોદરાના કલાલીમાં28 વર્ષીય યુવાનની પત્નીની નજર સામે કરપીણ હત્યા, પરિવારમાં આક્રંદ

Vadodara murder case: વડોદરા શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. શહેરના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલીયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
vadodara murder case  વડોદરાના કલાલીમાં28 વર્ષીય યુવાનની પત્નીની નજર સામે કરપીણ હત્યા  પરિવારમાં આક્રંદ
Advertisement

Vadodara murder case: વડોદરા શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. શહેરના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલીયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે હત્યારાઓએ ગિરીશની પત્નીની નજર સામે જ તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Vadodara માં વધુ એક 28 વર્ષના યુવાનની કરપીણ હત્યા

પ્રાથમિક તપાસ અને પરિવારના આક્ષેપ મુજબ, જૂની અદાવતનું પરિણામ આ હત્યામાં પરિણમ્યું છે. મૃતકના પરિવારજનોએ કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના બે શખ્સો પર ગિરીશની હત્યા કર્યાનો સીધો આક્ષેપ લગાવ્યો છે.

Advertisement

પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

ઘટનાને પગલે ગિરીશના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વૃદ્ધ માતા-પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે, જ્યારે એક નાનકડી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો:  Ahmedabad Viramgam: વિરમગામમાં વીજ પુરવઠાની સમસ્યાથી લોકો ત્રસ્ત, GEB કચેરીએ લોકોનો હોબાળો

Tags :
Advertisement

.

×