Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળશે, જાણો કયો એજન્ડા મુકાશે

VADODARA : ટુંક સમયમાં વડોદરા (VADODARA) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SHIKSHAN SAMITI - VADODARA) માં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ જુના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ પૂર્ણ થવાના આરે છે, તો બીજી તરફ નવી ટર્મમાં...
vadodara   શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળશે  જાણો કયો એજન્ડા મુકાશે
Advertisement

VADODARA : ટુંક સમયમાં વડોદરા (VADODARA) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SHIKSHAN SAMITI - VADODARA) માં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ જુના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ પૂર્ણ થવાના આરે છે, તો બીજી તરફ નવી ટર્મમાં પોતાને સમિતિના ટોચના સ્થાને પહોંચાડવા માટે ઇચ્છુક ઉમેદવારો પોતાના ગોડફાધરના શરણે છે. તેવામાં 25, જુલાઇના રોજ મળનારી સામાન્ય સભામાં એક એજન્ડા મુકવામાં આવ્યો હોવાનું શાસનાધિકારી જણાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

ઇચ્છુક ઉમેદવારો ગોડફાધરના શરણે

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્થાન હોવું રાજનૈતિક શરૂઆત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, હાલના સાંસદ ડો. હેમાંગ જોષી તથા ધારાસભ્ય કેયુર રોકડિયા ક્યાંક શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા હતા. હાલમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ પૂર્ણ થવાની છે. જેમાં નવી ટર્મ માટેની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામોની જાહેરાત ટુંક સમયમાં થશે. ત્યારે પોતાનું નસીબ અજમાવવા માટે ઇચ્છુક ઉમેદવારો પોતાના ગોડફાધરના શરણે પહોંચ્યા છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે 119 શાળાઓ માટે મહત્વના નિર્ણયો લેવાના હોય છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્ય જીગ્નેશ સોની દ્વારા પોતાનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે. તે માટે પત્રવ્યવહારનો સમય ઘટાડી જલ્દીથી તેમનું નામ ગેઝેટમાં આવે તે માટે તેઓ તત્પર બન્યા છે. પરંતુ દિવસો ઓછા હોવાના કારણે તેમ થવુ લગભગ અશક્ય છે.

Advertisement

એજન્ડા મોકલાવી દીધા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતાબેન પારઘી જણાવે છે કે, 25, જુલાઇની સામાન્ય સભા માટે અત્યારે માત્ર ઉપાધ્યક્ષની વરણી કરવા માટેનો જ એજન્ડા છે. અધ્યક્ષની નિમણુંક પાર્ટીના મેન્ડેટના અનુસાર કરવામાં આવનાર છે. અમે એજન્ડા મોકલાવી દીધેલા છે. હાલમાં બિનહરીફ ચૂંટાઇ આવેલા જીગ્નેશ સોનીનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય, અને ત્યાર બાદ તેની સુચના અમને મળે તો અમે તેમને લઇ શકીએ છીએ. તે સિવાય તેમને લઇ ન શકાય. નવા નિમાયેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આવનાર અઢી વર્ષ માટેની જવાબદારી નિભાવશે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી SOU જવા રવાના

Tags :
Advertisement

.

×