વડોદરામાં બ્રિજના ખાડામાંથી નીકળ્યો 7 ફૂટનો મહાકાય મગર! વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ
Forest Department Vadodara: વડોદરાના નાગરવાડામાં બ્રિજની કામગીરી દરમિયાન એક ઊંડા ખાડામાં 7 ફૂટનો મહાકાય મગર ફસાયો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. વનકર્મીઓના નાકમાં દમ લાવી દેનાર આ વિશાળ મગરને બાદમાં સુરક્ષિત રીતે વિશ્વામિત્રી નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
Advertisement
- Vadodara ના નાગરવાડા વિસ્તારમાં Crocodile Rescue કરાયું
- બ્રિજના ખાડામાં મગર ફસાતા વન વિભાગની ટીમ દોડી આવી
- વન વિભાગની ટીમે સ્થળ પર પહોચી મગરનું રેસ્ક્યુ કર્યું
- અંદાજિત 7 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
- મગરને રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો
Vadodara Crocodile Rescue : વડોદરા (Vadodara) શહેર અને મગર (Crocodile) વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે, પરંતુ આજે વડોદરાના નાગરવાડા (Nagarwada) વિસ્તારમાં એક અદભુત અને જોખમી ઘટના સામે આવી છે. નાગરવાડા વિસ્તારમાં હાલમાં બ્રિજ (Bridge) ની કામગીરી ચાલી રહી છે. આ બાંધકામ દરમિયાન ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં અચાનક એક વિશાળકાય મગર આવીને ફસાઈ ગયો હતો. બ્રિજના ખાડામાં મગર હોવાની જાણ આસપાસના શ્રમિકો અને સ્થાનિક લોકોને થતાં જ વિસ્તારમાં ભારે કૌતુક અને ભયનો માહોલ સર્જાયો હતો.

