Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : નંદેસરી બ્રિજ પર વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહારે બચ્યો !

સામાન્ય રીતે કોઇ જગ્યાએ શરીરનું કપડું ફસાયું હોય, અને તેના કારણે અક્સમાતમાં નુકશાન થયું હોય, તેવા કિસ્સાઓ આપણે સાંભળતા હોઇએ છીએ. પરંતુ આ વખતે પ્રચલિત કિસ્સાઓથી વિપરીત ચમત્કારિક ઘટના સામે આવી છે. જેમાં શર્ટ થાંભલામાં ફસાઇ જતા 20 ફૂટ ઉંચે લટકેલા યુવકનો બચાવ થયો હતો. બાદમાં તેને સ્થાનિકો દ્વારા ઉગારી લેવામાં આવ્યો હતો
vadodara   નંદેસરી બ્રિજ પર વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહારે બચ્યો
Advertisement
  • નંદેસરીમાં યુવકનો ચમત્કારિક બચાવ થયો
  • વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહાબે ટીંગાયો
  • રાહદારીઓએ ભેગા મળીને યુવકને ઉગારી લીધો

Vadodara : વડોદરાના નંદેસરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરોત નંદેસરી બ્રિજ પરથી પસાર થતા યુવકને અજાણ્યા વાહનની ટક્કર લાગતા તે ફંગોળાયો હતો. બાદમાં યુવક ઉછળીને થાંભલામાં શર્ટ ના સહારે 20 ફૂટ ઉંચાઇએ ટીંગાયો હતો. ઘટના બાદ તુરંત નજીકના રાહદારીઓ દોડી આવ્યા હતા, અને મળીને યુવકને બચાવ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જવાના કારણે જીવ બચ્યો હોવાની ઘટના પંથકમાં વાયુવેગે ફેલાઇ છે. અને લોકોમાં ફરી એક વખત રામ રાખે તેને કોણ ચાખે વાતને યાદ કરી રહ્યા છે.

Advertisement

યુવક સીધો નીચે પટકાતા બચ્યો

ગતરોજ વડોદરાના નંદેસરી બ્રિજ પરથી અડાસ ગામનો 20 વર્ષિય યુવક સિદ્ધરાજસિંહ પોતાનું મોપેડ લઇને જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવક ફંગોળાયો હતો. યુવક ફંગોળાઇને બ્રિજની બાજુમાં લગાવેલા થાંભલામાં તેના શર્ટના સહારે ટીંગાઇ રહ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જતા યુવક સીધો નીચે પટકાતા બચ્યો હતો. ઘટના સમયે હાજર રાહદારીઓ દ્વારા ભેગા મળીને યુવકને બચાવી લીધો હતો.

Advertisement

નાની-મોટી ઇજાઓ થઇ

સામાન્ય રીતે કોઇ જગ્યાએ શરીરનું કપડું ફસાયું હોય, અને તેના કારણે અક્સમાતમાં નુકશાન થયું હોય, તેવા કિસ્સાઓ આપણે સાંભળતા હોઇએ છીએ. પરંતુ આ વખતે પ્રચલિત કિસ્સાઓથી વિપરીત ચમત્કારિક ઘટના સામે આવી છે. જેમાં શર્ટ થાંભલામાં ફસાઇ જતા 20 ફૂટ ઉંચે લટકેલા યુવકનો બચાવ થયો હતો. બાદમાં તેને સ્થાનિકો દ્વારા ઉગારી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને નાની-મોટી ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડી લેવામાં આવ્યો હતો.

અભિયાન ચલાવાય છે

આ ઘટના પરથઈ રામ રાખે તેને કોણ ચાખેની વાત લોકોમાં મનમાં પ્રબળ બનતી જાય છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા સહિત રાજ્યભરમાં વાહન અકસ્માતની ઘટનાઓ વધતી હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, છતાં અકસ્માતની સંખ્યામાં જોઇએ તેટલો ઘટાડો થયો નહીં હોવાની લોકલાગણી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો -------  Ahmedabad : મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી માથાકૂટમાં વળાંક

Tags :
Advertisement

.

×