ખાખી વર્દીમાં બૂટલેગર! વડોદરામાં રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ ₹4.60 લાખના દારૂ સાથે પકડાયો
Vadodara News: વડોદરામાં નંદેસરી પોલીસે ફાજલપુર ટોલનાકા પાસેથી ડેરોલના રેલવે હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાગરીત વિક્રમ ઢાપાને રૂ. 4.60 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. સુરતના લિંબાયતથી ચાલતા આ રેકેટમાં વાહન સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓના રિમાન્ડ મેળવાયા છે.
Advertisement
Policeman Arrested Gujarat: રાજ્યમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જેમના શિરે કાયદેસર જવાબદારી છે તેવા પોલીસકર્મી જ ખુદ બૂટલેગર બનીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. વડોદરા જિલ્લાની નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ટોલનાકા પાસેથી ડેરોલ રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા તેમજ તેના મુખ્ય સાગરીત વિક્રમ ઢાપાને રૂ. 4.60 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

