Vadodara : નેશનલ હાઈવે 48 પર કાળમુખા ડમ્પરનો કહેર, એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત
વડોદરાના નેશનલ હાઈવે 48 પર આજે કાળમુખા ડમ્પરે વધુ એક ઘરનો ચિરાગ ઓલવી નાખ્યો છે. જામ્બુઆ થી તરસાલી વચ્ચે સર્જાયેલા આ રક્તરંજિત અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે રાહદારીઓના કાળજા કંપી ગયા. ચકચારી બનાવ બાદ પોલીસ તો એક્શનમાં આવી છે, પણ હાઈવે પર મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, શું છે આ પૂરી ઘટના?
Advertisement
- વડોદરાના National Highway 48 Accident : એક્ટિવા ચાલકનું મોત!
- જામ્બુઆથી તરસાલી જતા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
- બેફામ ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા કમકમાટીભર્યા દ્રશ્યો
- ડમ્પરના તોતિંગ પૈડા એક્ટિવા ચાલક પર ફરી વળતા ઘટનાસ્થળે મોત
- અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામની સ્થિતિ
National Highway 48 Accident : ગુજરાતની આર્થિક અને ઔદ્યોગિક ધરી સમાન નેશનલ હાઈવે 48 (National Highway 48) પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરા શહેરમાંથી પસાર થતા આ વ્યસ્ત હાઈવે પર આજે વધુ એક રક્તરંજિત અકસ્માત સર્જાયો હતો. જામ્બુઆ (Jambua) થી તરસાલી (Tarsali) તરફ જતાં હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પરે એક્ટિવા સવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

