Vadodara : સવારથી વરસાદને પગલે ગરબાના મેદાનને 'રેઇન કોટ' પહેરાવાયો
- વડોદરામાં સવારથી જ ધીમી અને મધ્યમ ધારે વરસાદ ચાલુ
- વરસાદને પગલે ગરબા આયોજકોમાં ચિંતા પેંઠી
- વરસાદથી મેદાનને બચાવવા તાડપતરી બિછાવાઇ
Vadodara : વડોદરા (Vadodara) ના ગરબા વિશ્વમાં વખણાય છે. હાલ નવરાત્રી ચાલી રહી છે, દરમિયાન આજે સવારથી જ શહેરમાં ધીમી અને મધ્ય ધારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગરબા આયોજકોનું ગણિત ખોરવાયું છે. અને આસજે સંભવત ગરબા ના રમી શકાય તેવી પરિસ્થિતીના અણસાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે વરસાદના પાણીથી ગરબા મેદાનને થતું નુકશાન અટકાવવા માટે આયોજકો દ્વારા મેદાનને રેઇન કોટ (Rain Coat For Garba Ground - Vadodara) પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ગરબાના મેદાન પર પ્લાસ્ટીકની તાડપતરી બિછાવવામાં આવી રહી છે. જેથી વરસાદનું પાણી સીધું મેદાનમાં જતા અટકાવી શકાય.
આયોજકો પર માછલાં ધોવાયા હતા
વડોદરા સહિત રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખાસ કરીને વડોદરા તથા અન્ય શહેરો માટે સાચી પડી રહી છે. વડોદરામાં આજે સાતમાં નોરતે ધીમી અને મધ્યમ ધારનો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ પડવાના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે. નવરાત્રી પૂર્વે વરસાદને પગલે નોરતાના પહેલા દિવસે મેદાન કિચડ વાળું હોવાના કારણે અનેક ગરબાના આયોજકો પર માછલાં ધોવાયા હતા. માંડ થોડાક દિવસ સારી રીતે ગરબા ચાલ્યા, ત્યાં તો આજે સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ગરબા આયોજકો મેદાન (Rain Coat For Garba Ground - Vadodara) તરફ દોડ્યા છે.
કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા ઇચ્છતા નથી
સોશિયલ મીડિયા થકી સામે આવેલા વીડિયોમાં ગત રાત્રે જ શહેરના જાણીતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા મેદાનને પાણીથી બચાવવા માટે રેઇન કોટ રૂપી (Rain Coat For Garba Ground - Vadodara) પ્લાસ્ટીકની તાડપતરી બિછાવી દીધી હતી. ત્યાર બાદ આજે બપોરના સમયે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ ગરબાના આયોજકો દ્વારા તાડપતરી બિછાવવામાં આવી છે. વરસાદને લઇને આયોજકો કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા ઇચ્છતા નથી. આજે રવિવાર છે, ત્યારે રજાના દિવસે મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ઉમટી પડતા હોય છે, બીજી તરફ આજે વરસાદ ગરબામાં વિલન બને છે કે, નહીં તો જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Vadodara : કિસિંગ રીલના ચક્કરમાં વિવાદ થતા અતુલ દાદાએ કહ્યું, 'પ્લીઝ, આવી હરકતો ના કરશો'