Vadodara News: ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
BJP MLA passes away: વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. યોગેશ પટેલ ખાનગી હોસ્પિટલમાં અર્થે સારવાર દાખલ હતા. આઠ વખતના વિજેતા ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતા ભાજપમાં શોકનું મોજુ વ્યાપ્યું છે.
MLA Yogesh Patel Passes Away નું નિધન
વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન થયું છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા યોગેશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વડોદરા અને ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. આ સાથે ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન થતા વિધાનસભા ખંડિત થઈ છે.
યોગેશભાઈ પટેલની રાજકીય કારકિર્દી
યોગેશભાઈ પટેલ વડોદરાના રાજકારણનું એક ખૂબ જ જાણીતું અને મજબૂત નામ હતા. તેઓ સતત પોતાના મતવિસ્તારની જનતા સાથે જોડાયેલા રહેતા હતા અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હંમેશા તત્પર રહેતા હતા. એક અનુભવી નેતા તરીકે તેમની છબી હતી, જેમના કામ અને વાણીનો પ્રભાવ વડોદરાના લોકોમાં વિશેષ હતો.
વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા
ભાજપના માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ#Vadodara #YogeshPatel #Manjalpur #BJP #GujaratNews #BreakingNews #LocalNews #GujaratFirst #Obituary #Gujarat #Politics pic.twitter.com/pnxbkIU4uB— Gujarat First (@GujaratFirst) June 2, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદિશભાઈ વિશ્વકર્માએ વ્યક્ત કર્યો શોક
માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 2, 2026
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી @yogeshpatelmos ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન… pic.twitter.com/xRrGjJyblf
— Jagdish Vishwakarma (@iJagdishBJP) June 2, 2026
આ પણ વાંચો: Gujarat Weather Forecast: ગુજરાતમાં 50 થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી


